ઝટપટ બને એવું આ ચટપટુ ” પનીર મટર” નું શાક આજે જ બનાવો.

ઝટપટ બને એવું આ ચટપટુ ” પનીર મટર” નું શાક આજે જ બનાવો.

સામગ્રી :

પનીર – ૨૦૦ ગ્રામ,
લીલા વટાણા – ૧૫૦ ગ્રામ,
ડુંગળી – ૧ નંગ,
ટામેટા – ૧ નંગ,
તેલ – ૨ ચમચી,
બટર – ૨ ચમચી,
આદુ લસણ ની પેસ્ટ – ૧ ચમચી ,
લીલા મરચા – ૨-૩,
તમાલપત્ર – ૧-૨,
બાદિયા – ૨-૩,
લવિંગ – ૨-૩,
ઈલાયચી – ૨-૩,
કાજુ – ૫૦ ગ્રામ,
ખસખસ – ૧ ચમચી,
દૂધ – ૫૦ મિલી,
હળદર – ૧ ચમચી,
હિંગ – ચપટી,
ધાણા જીરું – ૩ ચમચી,
લાલ મરચું – ૧ ચમચી,
મીઠું – સ્વાદ અનુસાર,
પંજાબી મસાલો – ૧ ચમચી,
ક્રીમ – ૧ ચમચી,
કસુરી મેથી – ચપટી,
લીલા ધાણા – ગાર્નીસીગ માટે.

રીત :

સૌ પ્રથમ એક બાઉલ માં હળદર, લાલ મરચું, મીઠું, ધાણાજીરું લો. હવે તેમાં ધોઈ ને ચોરસ કાપેલા પનીર ના ટુકડા નાખી બરાબર મિક્ષ કરો. અને આ મિશ્રણ ને ૧૫-૨૦ મિનીટ માટે મેરીનેટ થવા દો.


બીજા એક બાઉલ માં દૂધ લો તેમાં કાજુ તથા ખસખસ નાખી ૨૦-૨૫ મિનીટ પલાળવા દો ત્યાર બાદ તેની મિક્ષર માં પેસ્ટ બનાવી લો.

હવે એક પેન ને ગેસ ઉપર ગરમ કરો. પેન બરાબર ગરમ થઇ જાય એટલે તેમાં તેલ તથા બટર નાખી ગરમ કરો, ત્યાર બાદ તેમાં આદુ લસણ ની પેસ્ટ, લીલા મરચા, તમાલપત્ર, બાદિયા, હિંગ, લવિંગ તથા ઈલાયચી નાખી સાંતળવા દો.

૧ મિનીટ બાદ કાજુ ની પેસ્ટ નાખી ૧-૨ મિનીટ સાંતળવા દો અને ત્યાર બાદ તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી તેને બરાબર ચડવા દો. ૨-૩ મિનીટ બાદ તેમાં ટામેટા ની પેસ્ટ નાખો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી ને બરાબર ચડવા દો.

હવે તેમાં લીલા વટાણા નાખી ને ચડવા દો. ૨-૩ મિનીટ બાદ વટાણા ચડી જાય એટલે આ મિશ્રણ માં મેરીનેટ કરેલું પનીર નાખી દો. હવે પનીર ને બરાબર ચડવા દો. હવે તેમાં પંજાબી ગરમ મસાલો નાખી મસાલા ને બરાબર ચડવા દો.

ધીમે ધીમે શાક માંથી તેલ છુટવા માંડશે. એટલે સમજવું કે આપડી શબ્જી તૈયાર થઇ ગયી છે. અને અંત માં કસુરી મેથી નાખી બરાબર મિક્ષ કરી ગેસ બંદ કરી દો.

શાક ને એક બાઉલ માં કાઢી તેના ઉપર ક્રીમ અને લીલા ધાણા નાખી ગાર્નીશ કરો. અને ગરમ ગરમ પરાઠા તથા જીરા રાઈસ સાથે સર્વ કરો.

ફાયદા :

– પનીર એ પ્રોટીન નો ખુબ જ મોટો સોર્સ માનવા માં આવે છે. અને વેજીટેરિયન ડાયેટ માં આપણા શરીર ને ખાસ પ્રોટીન મળતું નથી હોતું તો આ સબ્જી ખાવા થી પ્રોટીન ની એ કમી દુર થઇ જાય છે અને શરીર ને ભરપુર માત્રા માં પ્રોટીન મળી રહે છે જે મસલ્સ બિલ્ટ કરવા માં ખુબ જ ઉપયોગી પુરવાર થાય છે.
– ડુંગળી અને ટામેટા માંથી શરીર ને વિટામીન સી ભરપુર માત્ર માં મળી રહે છે. ઉપરાંત ડુંગળી માં એન્ટી ઓક્સીડેનટ રહેલું છે જે શરીર માં રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઈમ્યુંનીટી વધારે છે.
કાજુ માં નેચરલ ગુડ ફેટ રહેલું છે જે શરીર માં હાડકા માં ઓઈલીંગ નું કામ પૂરું પડે છે તદુપરાંત એન્ટી ઓક્સીડેનટ રહેલું છે જે શરીર માં રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પાચન પ્રકિયા ને તેજ બનાવે છે અને પેટ ના રોગો સામે રક્ષણ આપે છે.

તો રાહ કોની જુઓ છો ઓફિસે થી ઘરે જતા રસ્તા માંથી પનીર લઇ જવા નું ભૂલતા નહિ અને હા અમને કમેન્ટ સેક્સન માં જરૂર થી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી? અને રેસીપી તમારા મિત્રો સાથે શેર કરવા નું ભૂલતા નહિ.

રસોઈની રાણી : દર્શિતા પટેલ 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી