પનીર કટલેટ – મહેમાનોને કે જમવામાં પીરસી શકાય ને બનાવવામાં સાવ સરળ છે ટ્રાય કરજો…

પનીર કટલેટ

આ કટલેટ એકદમ ફટાફટ બની જતી વાનગી છે. બહાર થી કડક અને અંદર થઈ સોફ્ટ. ખૂબ જ ઓછી સામગ્રી થી બનતી આ કટલેટ માં આપ ઈચ્છા અનુસાર શાક ઉમેરી શકો છો. આ કટલેટ નું મેઈન ingredient છે પનીર . જે બાળકો અને અને મોટા બધા ને જ પસંદ હોય છે. નાસ્તા માં , મહેમાનો ને કે જમવા માં પીરસી શકાય. આ કટલેટ આપ એમ જ ચટણી અને સોસ સાથે કે રોટી માં wrap કરી franki ની જેમ પણ પીરસો શકો.

મેં અહીં કાચા કેળા નો ઉપયોગ કર્યો છે. આપ બટેટા ઉમેરી શકો..

સામગ્રી :

• 1.5 વાડકો ખમણેલું પનીર,
• 1/2 વાડકો બાફેલા વટાણા,
• 1/2 વાડકો ખમણેલું ગાજર,
• 1/2 કાચું કેળું , બાફેલું,
• મીઠું,
• 1.5 ચમચી લીલા મરચા , બારીક સમારેલા,
• 1/2 ચમચી ગરમ મસાલો,
• થોડી બારીક સમારેલી કોથમીર ,
• 1 ચમચી જીરા નો ભૂકો,

રીત ::

સૌ પ્રથમ દરેક સામગ્રી ને મોટી થાળી માં તૈયાર કરો. પનીર ને ઝીણું ખમણવું જેથી મિક્સર માં એક ભીનાશ પણ રહે અને બધું સરસ રીતે મિક્સ થઈ જાય. કેળું બાફી ને નાના કટકા કરી લેવા અથવા ખમણી લેવું.

વટાણા ને પુરા બાફી લેવા જેથી મોઢા માં બહુ ચાવવા ના પડે. ગાજર ને પણ ઝીણા ખમણવા. બધું શાક અને મસાલો મિક્સ કરી કણક જેવું તૈયાર કરો.

હાથ પર થોડા ટીપા તેલ ના લઈ કણક માં માંથી લુવા લઈ કટલેટ નો શેપ આપો. નોન સ્ટિક તવા ને ગરમ કરો. ગરમ થઈ જાય એટલે તવા પર ફરતે 2 થી 3 ચમચી તેલ રેડો અને બધી વાળેલી કટલેટ ગોઠવી દો. મધ્યમ આંચ પર કડક થાય ત્યાં સુધી શેકો.

નીચે થી કડક થાય પછી ઉથલાવો અને એવી જ રીતે બીજી બાજુ શેકો. આ કટલેટ આપ ડીપ ફ્રાય કે શેલો ફ્રાય પણ કરી શકો છો.

ગરમ ગરમ પીરસો. આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી