પનીર કાજુ મસાલા – ઘરે જ બનાવો હોટલથી પણ વધુ લિજ્જતદાર પનીરનું આ શાક…

પનીર કાજુ મસાલા

પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ.
હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી.
આજે રવિવાર છે તો ઘરના લોકોને કાઇક અલગ બનાવીને ખવડાવો તો ચાલો નોટ કરી લો ફટાફટ આ રેસીપી.

સામગ્રી:

• ૧૦૦ ગ્રામ પનીર ,
• ૨૦ નંગ કાજુ ,
• ૧ કેપ્સીકમ,
• ૧ મોટી ડુંગરી ,
• ૨ ચમચી બટર,

ગ્રેવી માટે:
• ૪ ડુંગરી ,
• ૨ મોટા ટમેટા ,
• ૨ કળી લસણ,
• પા ઇંચ આદુ,

મસાલા માટે:
• ૬ કાજુ ,
• ૧ ચમચી લાલ મરચું ,
• ૧ ચમચી કિચન કિંગ મસાલો,
• અડધી ચમચી હળદર,
• મીઠું સ્વાદઅનુસાર,

વઘાર માટે:
• તેલ,
• બે મોટા તજનાં ટુકડા,

રીત:
૧ એક કુકરમાં ગ્રેવી ની બધી સામગ્રી નાખીને તેમા અડધી ચમચી મીઠું અને અડધો ગ્લાસ પાણી નાખીને બે સીટી કરીને બાફી લેવી.

૨ બાફેલી સામગ્રીને બ્લેન્ડર થી પીસી લેવી.

૩ ડુંગરી અને કેપ્સીકમને મોટા મોટા પીસમાં કટ કરી લેવા.

૪ એક લોયામાં તેલ ગરમ મુકીને તેમા વિસેક જેટલા કાજુ લાઇટ બ્રાઉન કલરના તળી લેવા.

૫ એજ તેલમાં પનીરના ક્યુબ કરીને તળી લેવા અને સીધા પાણીમાં કાઢી લેવા.(આમ કરવાથી પનીર સોફ્ટ રહે છે)

૬ મિક્સ્ચર ઝારમાં મસાલાની બધી વસ્તુ ભેગી કરીને કોરે કોરી પસી લેવી.

૭ પીસેલા મસાલાને એક બાઉલમાં લઇ તેમા એક કપ પાણી નાખીને પેસ્ટ બનાવી લેવી.

૮ એક લોયામાં થોડુંક તેલ લઇ તેમા તજના ટકડા નાખીને તજ તતડે એટલે તેમાં કેપ્સીકમ અને ડુંગરીના પીસ નાખી દેવા.

૯ કેપ્સીકમ અને ડુંગરીના પીસ લાઇટ બ્રાઉન કલરના થાય એટલે તેમા બાફેલી ગ્રેવી એડ કરવી.

 

૧૦ ગ્રેવી થોડી ઉકળે એટલે તેમા મસાલાની પેસ્ટ એડ કરવી.

૧૧ મસાલા એકસરખા મિક્ષ થઇ જાય એટલે બટર એડ કરવું.

૧૨ લાસ્ટમાં તળેલા પનીર અને કાજુ એડ કરવા. તેલ છુટ્ટુ પડે ત્યાં સુધી સબ્જીને ચડવા દેવી.


છીણેલા પનીર અને ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીને ગરમ‍ા ગરમ પરોઠા,રોટલી અથવા નાન સાથે આ સબ્જી સર્વ કરો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી