“પનીર દો પ્યાઝા” – આજે આપણે આ ડીશ ઘરે બનવાની એકદમ સરળ રીત જોઈશું ..

“પનીર દો પ્યાઝા”

પનીર દો પ્યાઝા, એક બહુ જ સ્વાદિષ્ટ ડીશ છે. આ શાક આકર્ષણ જગાડે એવું ફ્લેવરફૂલ છે. ડુંગળી ની ગ્રેવી માં એકદમ રૂ જેવા સોફ્ટ પનીર ને ધીમા તાપે બનાવો , પછી જુઓ બાળકો અને મોટા બધા તમારી રસોઈ ના દિવાના થઇ જશે. તમે આ ડીશ હોટેલ માં ઘણી વાર ખાધી હશે બટર રોટી કે નાન સાથે . દો પ્યાઝા નો સરળ મતલબ એવો કે આ ડીશ માં ૨ વાર ડુંગળી નો ઉપયોગ થયો છે , અલગ અલગ સ્ટેપ પર અલગ અલગ રીતે

સામગ્રી :

 ૧ કપ પનીર (મોટા ચોરસ કટકા માં કાપવું ),
 ૨ ડુંગળી (મોટા ચોરસ કટકા કરવા ),
 ૨ ડુંગળી (બારીક સમારવી ),
 ૩ ટામેટા,
 ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ,
 ૧ ચમચી લસણ ની પેસ્ટ,
 ૧ ચમચી કસુરી મેથી,
 ૧/૪ ચમચી હળદર,
 ૧/૨ ચમચી ધાણાજીરું,
 ૧ ચમચી લાલ મરચું,
 ૩ ચમચી બારીક સમારેલી કોથમીર,
 ૨ મોટા ચમચા અમુલ નું ફ્રેશ ક્રીમ અથવા ઘર ની મલાઈ,
 ૧/૨ ચમચી બટર ડુંગળી સાતાળવા,
 ૫ ચમચી બટર ગ્રેવી માટે,
 મીઠું,

કોરો મસાલો :

 ૧ તજ નો કટકો,
 ૨-૩ એલૈચી,
 ૨-૩ લવિંગ,
 ૧ તજ પત્તા,
 ૨-૩ લાલ સુકા મરચા,

રીત :

સૌ પેહલા આપણે ટામેટા ને બાફીશું. એ ના માટે એક્મોતી તપેલી માં પુરતું પાણી લઇ ઉકાળો. હવે એમાં ટામેટા નાખી ૧ min સુધી ઉકાળો પછી ગસ બંધ કરી તપેલી ને ઢાકી દઈ ૧૦-૧૨ min સુધી એમ જ રેહવા દો.જયારે ખોલશો તો તમને દેખાશે કે ટામેટાની છાલ અલગ થઇ ગઈ હશે. પાણી થી બહાર કાઢી ઠંડા થવા દો. હાથ થી ટામેટા ની છાલ પૂરી રીતે નીકળી દો . મિક્ષેર ના પ્યુરી બનાવી લો.એક non stick કડાય માં બટર લઇ મોટા કટકા વાળી ડુંગળી ને સાંતાળવી. થઈ જાય એટલે એને એક ડીશ માં સાઈડ પર રાખો. એ જ કડાય માં બટર લઇ પેહલા બધો સુકો મસાલો શેકો.ત્યાર બાદ તેમાં બારીક સમારેલા કાંદા ઉમેરી થોડી વાર શેકો . ત્યાર બાદ એમાં લસણ ની અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરો. ૧ min બાદ તેમાં કસુરી મેથી અને ટામેટા ની પ્યુરી ઉમેરો.

બટર છુટું પડે ત્યાં સુધી સાંતળો. હવે બધો જ મસાલો , કોથમીર અને ૧/૨ કપ ગરમ પાણી ઉમેરો.nગ્રેવી ઉકલે એટલે એમાં પનીર ના કટકા ઉમેરો. હવે ઢાંકી ને ૨-૩ min સુધી થવા દો. સાંતળેલી ડુંગળી ઉમેરી ૧-૨ min થવા દો.

બસ છેલ્લે ક્રીમ /મલાઈ ઉમેરો ૮-૧૦ સેકન્ડ હલાવો અને બસ ગરમ ગરમ પીરસો ..આ શાક બટર રોટી, પરાઠા, નાન કે જીરા રાઈસ સાથે પીરસી શકાય ..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી રેસીપી પસંદ પડી હોય તો કોમેન્ટ માં “Very Good” લખજો…જેથી આપ સૌ માટે વધુ રેસીપી આપવાનો ઉત્સાહ વધે !!!

ટીપ્પણી