Paneer Chilli Pakoda (પનીર-ચિલી પકોડા)

1013597_10151787717154273_2023715297_n

 

ઝરમર વરસતા વરસાદમા મજા માણો ગરમા ગરમ “પનીર-ચિલી પકોડા” ની

 

સામગ્રી ૧૨ મોટાં ભાવનગરી મરચાં ભરવા માટે :

એક કપ છીણેલું પનીર

દોઢ ચમચી આદું-મરચાંની પેસ્ટ

એક ચમચી આમચૂર પાઉડર, ચપટી હળદર

દોઢ ચમચી બારીક સમારેલી કોથમીર

મીઠું સ્વાદ પ્રમાણે

ખીરું બનાવવા માટે

અડધો કપ ચણાનો લોટ

અડધો કપ ચોખાનો લોટ

ચપટી હળદર

એક ચમચી લાલ મરચું

અડધી ચમચી અજમો

એક ચમચો ગરમ તેલ

મીઠું સ્વાદ પ્રમાણે

તળવા માટે તેલ

 

રીત :

મરચાંનાં ડીંટિયાં કાઢ્યા વગર જ એમાં એક લાંબો ઊભો ચીરો કરો અને બી કાઢી નાખો. હવે સ્ટફિંગ બનાવવા માટે એક બૉલમાં પનીર, આદું-મરચાની પેસ્ટ, આમચૂર પાઉડર, હળદર, કોથમીર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો અને હળવા હાથે મસળો. હવે તૈયાર કરેલા આ સ્ટફિંગના ૧૨ ભાગ કરો અને દરેક મરચાંમાં ભરો.

હવે ખીરું તૈયાર કરવા માટે એક બૉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, લાલ મરચું, અજમો, મીઠું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી જાડું ખીરું તૈયાર કરો. હવે એમાં એક ચમચો ગરમ તેલ ઉમેરી બરાબર હલાવો.

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. તૈયાર કરેલાં મરચાંને ખીરામાં ડુબાડી તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. સર્વિંગ પ્લેટમાં કાઢી ટમેટો કેચ-અપ અને ગ્રીન ચટણી સાથે ગરમાગરમ પીરસો.

સૌજન્ય : સુરતી જમણ

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!