પનીર ચીઝ ફ્રેંકી

ફ્રેંકી મસાલા:

3/4 મોટીચમચી ધાણાજીરું પાવડર
2 ચમચી મરચું પાવડર
1 ચમચી ગરમ મસાલા
2 મોટીચમચી આમચૂર પાવડર

ફ્રેન્કી ટિક્કી/પૂરણ:
4 નંગ બાફેલા બટેટા માવો કરેલા
100gm પનીર
50gm બાફેલા વટાણા
100gm બાફેલા મકાઈ ના દાણા
આદુ મરચા ની પેસ્ટ
મીઠું સ્વાદ મુજબ
ચાટ મસાલો 2ચમચી
મારી પાવડર 1નાની ચમચી
કોથમીર જીની સમારેલી
કોર્નફ્લોઉર ટિક્કી બનાવી હોઈ તો..

ફ્રેંકી રોટી:
1ભાગ મેંદો (માત્ર બાઈંન્ડિંગ દેવા પૂરતો)
3ભાગ ઘઉં નો લોટ
મીઠું
તેલ મોણ માટે. લોટ રોટલી થી જરાક કઠણ પણ એકદમ પરાઠા જેવો નહીં.

ફ્રેંકી સરવિંગ:
ઘરે બનતી બધાને ભાવતી લિલી કોથમીર મરચા ની ચટણી
સોસ
ચીઝ
બટર

ફ્રેંકી ટેસ્ટ:
કોબી
કેપ્સિકમ
ગાજર
ડુંગળી
ફ્રેંકી મસાલા

રીત:
ફ્રેન્કી મસાલા: બધી વસ્તુ ભેગી કરી બરાબર મિક્ષ કારીલો (આ મસાલા ને 2 3મહિના સાચવી ને ઉપયોગ માં લઈ શકાય)

ફ્રેન્કી કટલેટ બનવા:
બધી વસ્તુ ભેગી કરી કટલેટ બનાવી ધીમા તાપે લાંબી કટલેટ બનાવી થોડું તેલ મૂકી શેકી લો. શલો ફ્રાય જ કરવી ડીપ ફ્રાય નહીં.
અથવા મેં આમાં પૂરણ જ વાપર્યું છે. એ માટે એક પેન માં તેલ મૂકી બટેટા તેમાં બાફેલા વટાણા, મકાઈ, પનીર, બધા ડ્રાય મસાલા નાખી થોડું થિક થાય સાવ ઢીલું નહીં ત્યાં સુધી શેકી લો. અને ઠંડુ પાડવા રાખી દો.

હવે એજ પેન માં ડુંગળી, કોબી, ગાજર, કેપ્સિકમ બધાને ક્વિકલી શેલો ફ્રાય કારી જરૂર મુજબ ફ્રેંકી મસાલો ને મીઠું ઉમેરી ગેસ પરથી ઉતારી લો એકદમ ચડવા નથી દેવાનું.

ફ્રેંકી રોટી ના લોટ ને પાતળી રોટલી વણી બેય બાજુ અધકચરી શેકી લેવી.

ફ્રેંકી સર્વિન્ગ:

સૌ પ્રથમ ફ્રેંકી રોટી લઈ તેના પર થોડું બટર લાગવું પછી ગ્રીન ચટણી ને સોસ લગાવી બટેટા પનીર નું પૂરણ માપસર પાથરી કોબી ડુંગળી વાળું મિક્સચર પાથરી ઉપર ચીઝ ખમણી ને રોલ વળી બંધ કરી પેન માં બટર મૂકી બધી બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લેવી. ગરમ ગરમ તૈયાર છે ફ્રેંકી.

રસોઈની રાણી – પ્રિયંકા શાહ (રાજકોટ)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!