પનીર બટર મસાલા – બહાર હોટલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી સબ્જી હવે તમે બનાવી શકશો ઘરે…

મિત્રો, શુ આપ પંજાબી ફ્રુડ ખાવાના ખુબ જ શોખીન છો? તેમજ વારંવાર બહારથી પંજાબી સબ્ઝી લાવો છો? પણ મિત્રો બહારની સબ્ઝી શુદ્ધ અને હાઈજેનીક હોય છે ખરી ? પણ જો આપણે બહાર જેવી જ સબ્જી ઘરે બનાવીએ તો શુદ્ધ અને હાઈજેનીક તો હોય જ, સાથે બજેટમાં પણ સસ્તી પડે. તો મિત્રો, આજે હું પંજાબી સબ્ઝી બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું. જે એટલી તો ટેસ્ટી અને સ્પાઈસી બને છે કે તમે બહારનો ટેસ્ટ પણ ભૂલી જશો. તો ચાલો બનાવીએ મોસ્ટ પોપ્યુલર અને સૌની ફેવરીટ એવી પંજાબી સબ્ઝી પનીર બટર મસાલા.

સામગ્રી :


Ø 2 નંગ મિડિયમ સાઈઝ ટમેટા

Ø 2 નંગ મિડિયમ સાઈઝ કાંદા

Ø 100 ગ્રામ પનીર

Ø 100 ગ્રામ બટર

Ø 2 ટે-સ્પૂન દૂધ મલાઈ

Ø 2 ટે-સ્પૂન બારીક સમારેલા કોથમીર

Ø 2 ટે-સ્પૂન લાલ -મરચું પાવડર (કાશ્મીરી)

Ø 1/2 ટે-સ્પૂન કિચન કિંગ મસાલો

Ø 1/2 ટે-સ્પૂન નમક

Ø 1/2 ટે-સ્પૂન હળદર પાવડર

Ø 1/2 ટે-સ્પૂન ધાણાજીરુ પાવડર

Ø 1 ઇંચ આદુ

Ø 1 લીલું મરચું

Ø 5 નંગ કાજુ

Ø 15 કળી લસણ

Ø 1/2 ટે-સ્પૂન મગજતરીના બી સીઝનીંગ માટે

Ø બે તમાલપત્ર

Ø બે સૂકાલાલ મરચા

Ø બે આખા એલચી દાણા

Ø બે તજની સ્ટીક

Ø બે બાદિયા

તૈયારી :

Ø કાંદા, ટમેટાને નાનકડા પીસીસમાં કાપી લો.

Ø પનીરના નાનકડા ટુકડા કરી લો.

Ø કોથમીર બારીક સમારી લો.

Ø આદુ-મરચાની લાંબી-પાતળી ચીરીઓ કરી લો.

રીત :


1) સૌ પ્રથમ એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું બટર ગરમ કરવા મૂકી દો. સ્ટવની ફ્લેમ મિડિયમ રાખો.


2) બટર ગરમ થાય એટલે તેમાં લાંબા ચીરેલા આદુ-મરચા અને લસણ સાંતળી લો. સાથે ચપટી મીઠું પણ નાંખો. એકાદ મીનીટ સુધી સાંતળો. આ રીતે બટરમાં લસણમાં, આદુ, મરચું સાંતળવાથી ખુબ જ સરસ સ્વાદિષ્ટ સબ્ઝી બને છે.


3) ત્યારબાદ તેમાં કાજુ અને મગજતરી નાંખો. કાજુ અને મગજતરી આપણી સબ્ઝીને એકદમ રીચ ટેસ્ટ આપે છે. આ બધું જ સહેજ બ્રાવનીશ થાય ત્યાં સુધી સાંતળો.


4) ત્યારબાદ તેમાં કાંદા ઉમેરો. આ બધું સતત હલાવતા રહો. કાંદા સાંતળાઈ ગયા બાદ તેમાં ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ચડવા દો. મિત્રો જયારે આ મસાલા અને વેજિટેબલ્સ સાંતળીએ ત્યારે શુ સુગંધ આવે છે આજુ-બાજુ માં વગર બતાવ્યે ખબર પડી જાય કે બાજુમાં કાંઈક સ્વાદિષ્ટ ડિશ બની રહી છે.


5) હવે આ બધું ઠંડુ પાડો અને તેને મિક્ચર જારમાં લઇ ફાયન ગ્રેવી તૈયાર કરો. ગ્રેવી એકદમ સ્મૂથ બનાવો.


6) સ્ટવની ફ્લેમ મિડિયમથી થોડી વધારે રાખીને, એક પેનમાં બે થી ત્રણ ટે-સ્પૂન જેટલું બટર ગરમ કરવા મુકો. બટર ગરમ થઈ ગયા બાદ તેમાં તજ, તમાલપત્ર, સુકા લાલ-મરચા, એલચી અને બાદિયા નાંખો.


7) તેને ત્રીસેક સેકંડ સાતળ્યાં બાદ તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી હલાવીને સરસ મિક્સ કરો. તેમાં હળદર, લાલ મરચું પાવડર(કાશ્મીરી), કિંચન કિંગ મસાલો અને નમક નાખી સરસ મિક્સ કરો. આગળ આપણે આદુ, મરચા, લસણ , કાંદા ટમેટા સાંતળેલ જ છે, માટે વધારે ચડવા દેવાની જરૂર નથી.


8) અરે શું આકર્ષક દેખાય છે! અને સાથે એની સુગંધ, ખરેખર મોંમાં પાણી જ આવી જાય. હવે તેમાં 250 ml જેટલું પાણી ઉમેરી મિક્સ કરીને 3 થી 4 મિનિટ્સ સુધી ચડવા દો.


9) 3 થી 4 મિનિટ્સમાં તો ચડીને સરસ ઘટ્ટ ગ્રેવી બની જાય છે. તેમાં ચોરસ કાપેલા પનીરના ટુકડા ઉમેરો. પનીરને શેલો ફ્રાય કરીને પણ ઉમેરી શકાય. પનીર નાંખ્યા બાદ ફરી બે મિનિટ્સ સુધી ચડવા દો. જેથી પનીર સાથે ગ્રેવીનો પણ સ્વાદ ભળીને ઓરે સ્વાદિષ્ટ બની જાય.


10) તો તૈયાર છે પનીર બટર મસાલા જેને સર્વિસ બાઉલમાં લઇ ઉપરથી દૂધ મલાઈ તેમજ, સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો. પરોઠા, રોટલી કે પછી પુરી સાથે ગરમા-ગરમ સર્વ કરી શકાય, પણ પરોઠા સાથે ખાવાની ખુબજ મજા પડી જશે.

આ સબ્ઝી આસાન રીતે બનાવવાની ટ્રાય કરી છે. બનાવીને ખાજો, અને આપના સગા-વ્હાલાઓને પણ ખવડાવજો. બધા જ ખરેખર ખુશ થઈ જશે જયારે તમે આ રીતે બનાવીને સર્વ કરશો. મસ્ત પનીર બટર મસાલા.

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :