આજે ઘરે બનાવીશું ધાબાના પ્રખ્યાત સ્વાદ સાથેનું “પનીર બટર મસાલા” એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી સાથે

પનીર બટર મસાલા

આજે હું લઇ ને આવી છુ અપડા સૌનું ફેવરીટ એવું પંજાબી શાક. પંજાબી એટલે તરત યાદ આવતું પનીર તો ઘરે ફ્રેશ પનીર બનાવીને આપણે પનીરની કોઈ પણ સબ્જી ઘરે બનાવી શકીએ છીએ. આ પનીર બટર મસાલા અપડે કુલચા તેમજ નાન જોડે ખાઈ શકીએ છીયે.

સામગ્રી:

૨નંગ ટામેટા,
૨નંગ ડુંગળી,
૪-૫ કડી લસણ,
૧નંગ મરચું,
૧નંગ આદુ,
૧૦૦ગ્રામ પનીર,
બટર,
મલાઈ,
ચીઝ,
મસાલા…
નમક, મરચું પાઉડર, ધાણાજીરું અને ગરમ મસાલો,
તેલ.

રીત:

સૌપ્રથમ અપડે લઈશું ડુંગળી, ટામેટા,લસણ આદુ અને મરચાં બધી વસ્તુઓને ધોઈ અને કટકા કરી લો જેથી આપડે તેને ક્રશ કરી શકીએ.

હવે આપડે લઈશું પનીર. પનીરનાં નાના નાના કટકા કરી લઈશું. જેટલું શાક બનાવવું હોય તેટલા પ્રમાણમાં પનીર લાઇ શકીએ છે.
હવે આપણે એક પેન ગરમ મુકીશું . હવે તેમાં તેલ મુકીશું ગરમ થવા માટે. તેલ ગરમ થાય જય એટલે તેમાં પનીરના ટુકડા ઉમેરીસુ. અને ગેસની આંચ ધીમી રાખવી નહીંતર પનીર શેકાશે ઉપર સોટે કરી લેવા . હવે સોટે થાય જાય પછી તેને એક બાઉલમાં કાઢી લેવું.
હવે પાછું પેન ગરમ મુકીશું.. તેમાં તેલ ગરમ મુકીશું .ટામેટા અને ડુંગળી ઉમેરી સોટે કરી લઈશું..
તેને સોટે એટલા માટે કરવા પડેકે તેને ક્રશ કરીએ ત્યારે તેનો બધા ફ્લેવર્સ શાકમાં આવી જાય

હવે અપડે સોટે કરેલા ટામેટા અને ડુંગળીને મિક્સચરમાં ક્રશ કરી એકદમ સોફ્ટ ગ્રેવી તૈયાર કરીશુ.
ગ્રેવી તૈયાર થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લાઈસુ.
હવે એક પેન ગરમ કરી તેમાં આદુ અને લસણને ક્રશ કરી અથવા તો ખાંડી અને તેને પેનમાં ઉમેરીસુ તે સોટે થઈ જાય એટલે તેમાં ડુંગળીના કટકા ઉમેરીસુ. અને સોટે કરી લઈશું.
હવે ડુંગળી સોટે થઈ જાય એટલે તેમાં આગળ બનાવેલી ગ્રેવી ઉમેરીસુ. અને ગ્રેવીને પ્રોપર મિક્સ કરી ચડવા દેવી ધીમી આંચ. ઉપર..
હવે શાકમાં અપડે મસાલા ઉમેરીશું જેમાં જરૂર મુજબ નમક, મારરચુ પાઉડર, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લઈશું.
હવે શાકમાં અપડે બટર અને પનીરના કટકા ઉમેરીસુ. જે પેલેથી શેકેલા છે એટ્લે તેને લાસ્ટમાં ઉમેરીસુ. હવે તેને પ્રોપર ચડવા દો તો તૈયાર છે આપનું પંજાબી શાક પનીર બટર માસલા
હવે તેને બાઉલમાં કાઢી તેને મલાઈ સને ચીઝ વડે સર્વ કરીશુ.જે છે ફ્લેવર્સ થી ભરપૂર અને એકદમ ટેસ્ટી શાક પનીર બટર મસાલા

નોંધ: પંજાબી શાક આ રીતથી બનાવશું ટેસ્ટી બનશે જ પણ જો તમારે ઉમેરવો હોય તો પંજાબી ગ્રેવીનો મસાલો તમને રેડી મેડ પણ મળશે…

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી