Paneer Butter Masala (પનીર બટર મસાલા)

994571_155111568026627_1586867182_n

 

પનીર બટર મસાલા

 

સામગ્રી:

1/4 કપ કાજૂની પેસ્ટ

1 ટીસ્પૂન ખાંડ

1 કપ પીળા કેપ્સિકમ, (સમારેલા)

1 કપ ટમેટા, સમારેલા

1 ટીસ્પૂન લસણ, ઝીણુ સમારેલુ

1/2 કપ તાજી મલાઈ

1 ટીસ્પૂન મરી પાવડર

1 કપ પાઈનેપલ, સમારેલુ

2 ટેબલસ્પૂન ટોમેટો સોસ

2 લીલા મરચા, ઊભા સમારેલા

2 ટેબલસ્પૂન તેલ

1 ટીસ્પૂન મીઠું

200 ગ્રામ પનીર, ટુકડા કરેલુ

 

રીત:

– પનીર, કેપ્સિકમ, પાઈનેપલ અને ટમેટાને 1 ઈંચના ટુકડામાં સમારીને અલગ રાખી દો.

– કાજૂની પેસ્ટ અને મલાઈને મિક્સ કરીને પેસ્ટ બનાવો.

– એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં લસણ અને લીલા મરચા ઉમેરીને તે બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.

– હવે તેમાં કાજૂની પેસ્ટ ઉમેરો.

– કેપ્સિકમ ઉમેરીને ઊંચી આંચ પર સાંતળો.

– તેમાં પાઈનેપલ અને ટમેટા મિક્સક કરો.

– પનીર, ટોમેટો સોસ, મીઠું અને મરી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો.

– 5 મિનીટ સુધી પકવો અને પછી તેમાં ખાંડ મિક્સ કરો.

– વધુ 1 મિનીટ પકાવો અને તેને ગોળ ડિશમાં કાઢી લો.

– લીલા ધાણા અને ક્રીમ વડે ગાર્નીશ કરો

– આ કરી ને રોટલી , નાન ,પરોઠા તેમજ જીરા રાઈસ ની સાથે સર્વ કરી શકાય

ટીપ્પણી