પનીર બ્રેડ ભુરજી ( Paneer Bread Bhurji )

Qucik N Easy Recipes !

સામગ્રી :

પનીર – ૧/૨ કપ
બ્રેડ – ૧ નંગ
ડુંગળી – ૧ નંગ
ટમેટું – ૧ નંગ
જીરું – ૧/૨ ટી સ્પુન
લીલું મરચું – ૧ નંગ
મીઠું – સ્વાદ પ્રમાણે
હળદર – ૧/૪ ટી સ્પૂન
ગરમ મસાલો – ૧/૨ ટી સ્પૂન
તેલ – ૨ ટેબલ સ્પૂન
લાલ મરચું – ૧/૨ ટી સ્પૂન

રીત :

૧. બ્રેડની કિનાર કાઢીને બ્રેડ અને પનીરને અધકચરુ મસળી લો.
૨. કઢાઇમાં તેલ લઇ જીરું નો વઘાર કરી લીલું મરચું અને જીણી સમારેલી ડુંગળી સાંતળો. પછી જીણાં સમારેલા ટામેટા ઉમેરી સાંતળો.
૩. ટામેટાં ચઢી જાય પછી હળદર, લાલ મરચું, ગરમ મસાલો નાંખી મિક્ષ કરો.
૪. હવે પનીર અને બ્રેડ ઉમેરી મીઠું નાંખી બરાબર મિક્ષ કરો.
તૈયાર છે પનીર બ્રેડ ભુરજી.

નોંધ :

આ ભુરજી થી ફોટા માં બતાવ્યા પ્રમાણે ભુરજી ટોસ્ટ પણ બનાવી શકાય છે.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ સૌને મારી વાનગી કેવી લાગી અચૂક જણાવજો !!

ટીપ્પણી