બનાવો આ ઇટાલિયન વાનગી ‘પેને પાસ્તા વીથ મખની ગ્રેવી’, બાળકો કહેશે, “મારી મમ્મી છે બેસ્ટ “

પેને પાસ્તા વીથ મખની ગ્રેવી 

* સામગ્રી :-

* બાફેલા પાસ્તા ૨ કપ,
* એક કપ ટામેટો પ્યુરી,
* ૧/૪ કપ કાજુ ની પેસ્ટ,
* ૧ ટી સ્પૂન આદુ , લસનની પેસ્ટ,
* ૧૧/૨ ટી સ્પૂન લાલ મરચુ,
* ૧/૪ ટી સ્પૂન ગરમ મસાલો,
* ૧ નંગ બાદીયાનુ,
* મીઠુ સ્વાદ મુજબ,
* ૨ થી ૩ ચમચી ટામેટો સોસ,
* ૧/૪ ટી સ્પૂન કસુરી મેથી ( ક્રશ કરેલી),
* ૧ ટી સ્પૂન ચીલી ફલેકસ,
* ૧ ટી સ્પૂન ઓરેગાનો,
* ૨ ટી સ્પૂન તેલ,
* છીણેલુ ચીઝ ( સવૅ કરવા),
* દૂધ (જરૂર પડે તો ),

* રીત :-

– એક પાન મા તેલ લઇ તેમા બાદીયા નો ટુકડો નાખી પછી તેમા આદુ – લસણ ની પેસ્ટ નાખી સાતળવુ.

– ત્યારબાદ તેમા ટામેટો પ્યુરી નાખી સાતળવુ પછી તેમા કાજુ ની પેસ્ટનાખીવી અને બધા મસાલા નાખી મિકસ કરો .

– હવે તેમા પાસ્તા નાખી મિકસ કરવુ અને થોડુ દૂધ નાખવુ લચલચતુ કરવા. ઉપર થી ચીઝ નાખી સવૅ કરવુ.

– જો ઉપર થી ચીલી ફલેકસ અને ઓરેગાનો નાખવો હોય તો નાખી શકાય.

* ટામેટો પ્યૂરી બનાવા માટે ટામેટા ને બાફવા તેની માટે એક તપેલી મા પાણી લઇ ઉકાળવુ પછી તેમા ટામેટા નાખવા .ટામેટા ની છાલ થોડી નીકળે એટલે ટામેટા બફાય ગયા પછી તેને ક્રશ કરી ગાળી લેવુ તો તૈયાર છે ટામેટા પ્યૂરી.

રસોઈની રાણી – કાજલ શેઠ (મોડાસા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી