બટાટા રીંગણનો નવો ટેસ્ટ : “પંચ પોહોરન આલૂ બેંગન”

બટાટા રીંગણનો નવો ટેસ્ટ …પંચ પોહોરન આલૂ બેંગનમા વાપર્યાછે ફ્રેશ બેંગોલી મસાલા..એકવાર ચોક્કસ ટ્રાય કરજો.

પંચ પૉહૉરન મસાલા માટે સામગ્રી :

2 ટી સ્પૂન જીરૂ
2 ટી સ્પૂન વરીયાળી
2 ટી સ્પૂન કલોઁજિ (ડુંગળીના બી)
1 ટી સ્પૂન મેથી દાણા
1 ટી સ્પૂન રાઇના કૂરિયા (અથવા રાઈ)

શાક બનાવાની સામગ્રી :

2 બટાટા
2 રીંગણ
1 કાંદો + 1 લીલી ડૂંગળી
1 વાટકી બાફેલા દેશી ચણા(ઓપ્સ્નલ)
2 કળી લસણ
2 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
1 વાટકી કોથમીર
1 ટી સ્પૂણ હળદર
1 ટી સ્પૂન મરચુ
2 ટી સ્પૂન ધાણાજીરૂ
2 ટી સ્પૂન પંચ પૉહૉરન મસાલા
1 ટી સ્પૂન જીરૂ
ચપટી હિંગ
1 ટી સ્પૂન આમચૂર

મીઠું
તેલ

રીત :

-પંચ પોહોરનની સામગ્રીને શેકિલૉ અને ઠંડી પડે પછી બારીક પીસીલો.
-કડાઇમા તેલ મૂકો અને તેમા જીરૂ અને હિંગ ઉમેરો.
-તેમા બારીક કાપેલા કાંદા, લસણ અને લીલી ડુંગળી સાતળૉ.
-મિક્ષચર જારમા આદુ મરચાની પેસ્ટ અને કોથમીરને પીસી એક બાઉલમાલો.
-તેમા સૂકા મસાલા હળદર, મર્ચુ, ધાણાજીરૂ, આમ્ચૂર અને પંચ પૉહૉરન મસાલા ઉમેરીને પેસ્ટ કરીલો. તેમા જરૂર મુજબ પાણી ઉમેરો.
-હવે આ મસાલાની પેસ્ટને કાંદા સાથે સાતળીલો.
ધીમી આંચ ઉપર, તેલ છુટું પડે ત્યાસુધી તેને હલાવતા રહો.
-પછી તેમા નાના સમારેલા બટાટા અને રીંગણ મિક્ષ કરીને વરાળ મૂકીને શાક ચઢવાદો.
-શાક ચઢી જવા આવે ત્યારે બાફેલા ચણા ઉમેરી મિક્ષ કરીલો.
-ગરમ રોટલી અથવા ભાખરી – પરાઠા સાથે સર્વ કરો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી