પંચર, પ્રેમ અને પગાર – Lovely Love Story

અયોધ્યા નગરી સોસાયટીમાં રહેતા દશરથ ને આજે એક સરકારી નોકરી માટે ઈન્ટરવ્યું હતું, તે થોડો લેટ હતો, હાંફળો ફાંફળો ઘરની બહાર નીકળ્યો,પોતાના જુના 1986 મોડેલના બજાજ સુપરને તેણે એક મિનીટ ડાબી તરફ નમવ્યું અને એકજ કીકમાં ચાલું કર્યું, બાપે ખરીદેલા આ સ્કુટરને બારમા ધોરણથી ચલાવતાં આ એક કીકે ચાલુકરવાની આવડત તેને હસ્તગત હતી…..

સ્કુટર ચાલુ કરી તે સડસડાટ ઈન્ટરવ્યુ માટે ભાગ્યો, વચ્યે આવતા સીટીબસ સ્ટેન્ડે એક છોકરીએ તેને માદક સ્મીત સાંથે લીફ્ટમાટે હાથ કર્યો, ઉતાવળ છતાં તે સ્કુટર રોકવાથી પોતાની જાતને રોકી ન શક્યો…. છોકરીએ મોહક સ્મિત સાંથે કહ્યું ” કઈ તરફ”

દશરથે કહ્યું ” સચીવાલય” …
મારે એ તરફજ જવું છે લીફ્ટ આપશો પ્લીઝ… દશરથ હજું હા ના કહે તે પહેલાં છોકરી સ્કુટર પાછડ બેસી ગઈ…..અને ચાલુ સ્કુટરે વાત કરવા લાગી….

મારું નામ કૈકય…. આપનું…..
સ્કુટરની સ્પીડ વધારતાં દશરથે કહ્યું ” દશરથ”
ત્યાંજ ટેકનોલોજી ભવન પાંસે સ્કુટર અચાનક ખેચાવા લાગ્યું…..
ઉભું રાખી નીચે ઉતરી દશરથે કહ્યું ” ઓહ શીટ… ઈન્ટરવ્યુ માં પહોચવાનું છે, પાછલા વીલમાં પંચર છે, હવા ઓછી થઇ ગઇ છે, …..

કૈકયે પળનો પણ વીચાર કર્યા વીના પોતાના કપાળ પર લગાવેલો ચાંદલો ઉખાડીને ટાયરના પંચર પર લગાવ્યો… અને મોહક અદામાં કહ્યું , તમે એકલા ભાગો, આ ચાંદલો સચિવાલય સુંધી તો હવા જાળવશે, બેસ્ટ ઓફ લક……

ઈટરવ્યુમાં સમયસર પહોચેલો દશર સીલેક્ટ થઇ ગયો, હવે તે સરકારી કર્મચારી હતો….
પાછા વળતાં પંચર કરાવી તે ઘરે જવા નીકળ્યો, રસ્તામાં તેને ઘર તરફ જતી કૈકય મળી, તેને લીફ્ટ આપી, શેરડી ના રસનું કોલું જોઈ કૈકય સાંથે વાત કરવાના ઈરાદે રસ પીવા સ્કૂટર રોક્યું….
કૈકય ને પુછ્યું ” આ ચાંદલો તમે કોના માટે લગાવો છો,

કૈકય : ” ભાવી પતી માટે ‘”
દશરથ ” અછા તો અનમેરીડ છો…
શરમાઈ ને કૈકયે હા કહી….
ઢીચણ પર બેસી કૈકય સામે શેરડીના રસનો પ્લાસ્ટીકનો ગ્લાસ ઘરતાં દશરથે મેરેજનો પ્રસ્તાવ મુક્યો…

બે હાથ થી દશરથ ના હાથ સમેહ ગ્લાસ પકડતાં કૈકય બોલી…. હા આપણો સંસાર શેરડીના રસ જેવો મધુર રહેશે….
દશરથે ઉભા થઇને ભાવાવેશ માં કહ્યું, આજે તમે સમયસર મારા સ્કુટરના ટાયરને ચાંદલો ચોટાડી હવા નીકળતી રોકી, અને મને સરકારી નોકરી મળી, હું તમને એક વરદાન આપું છું જે તમે જીવનમાં વિપત્તી સમયે ગમેત્યારે વાપરી મારી પાંસેથી કૈંઈ પણ માંગી શકો છો….

છ મહીનામાં લગ્ન થયાં, સુહાગરાતે કૈકયે દશરથનો હાથ પકડી આંખ ઉલાળતાં કહ્યું ” નાથ પેલું વરદાન યાદ છે, આજે હું માંગીસ ”
દશરથે કહ્યું ” ભલીભાંતી યાદ છે પ્રિયે તારા એ હવાચુસ્ત ચાંદલાનો ઉપકાર હું ક્યારેય નહી ભુલું… માંગ માંગ તે આપું…..
કૈકયે દશરથ નો હાથ થોળો પંપાળી દબાવીને કહ્યું ” દર પહેલી તારીખે પુરી સેલરી તમારે મારા આ હાથમાં મુકવી….

દશરથ કૈકયના કપાળ પર લગાવેલા ચાંદલાને ફાટી આંખે જોઈ રહ્યો, એનો ચહેરો હવા નીકળેલી ટ્યૂબ જેવો થઈ ગયો…..
અને ત્યારથી આ સરકારી કર્મચારી દર પહેલી તારીખે તેનો પુરો પગાર કૈકય પત્નીના હાથમાં મુકીને વચન નીભાવતો રહ્યો છે.

આજે છવ્વીસ વર્સની જોબ પછી ઘરે જતાં એ રસના કોલાએ ઉભો રહ્યો… એને કૈકયના વાક્યો યાદ આવ્યા…
આપણો સંસાર શેરડીના રસ જેવો મધુર રહેશે… કોલામાંથી ચવાઈ ચુસાઈને નીકળતા સાંઠાના કુચાને તે એકીટશે જોઈ રહ્યો.

લેખક – અનીલ કુમાર ચૌહાણ

આપ સૌ ને મારી આ સ્ટોરી ગમી હોય તો આગળ શેર અચૂક કરજો !!

ટીપ્પણી