‘પાન રસમલાઈ’ આ બંગાળી વાનગી આજે બનાવો ખુબ જ ટેસ્ટી છે

બંગાળી મીઠાઈ

પાન રસમલાઈ 

સામગ્રી :

1/2કપ ​​milkmaid,
300 ગ્રામ પનીર,
½ tsp બેકિંગ પાવડર,
1/4 કપ મેદો,
3-4 મીઠા પાન (સોપારી અનેચુના વગરનો પાન),
½ કપ ખાંડ,
1 કપ દૂધ,
4 tbsp gulkand,
4tbsp બદામપીસ્તાની કતરણ,
1નંગ ગુલાબની પાદંડી,
2tbsp ડેઝીકેટેડ કૌકોનટ,
1 tsp ટુટીફુટી,
ચેરી,

રીત:

એક બાઉલમાં, પનીર,મેદો અને બેંકીગ પાવડર ઉમેરો અને તેમને સારી રીતે મિક્સ કરો અને મસળી લો કે જેથી ત્યાં કોઈ તિરાડોના રહે આ મિશ્રણના બોલ્સ કરી મધ્યમાં એક ખાડો કરી અને ગુલકંદ અને પીસ્તાનીકતરણ,ડેઝીકેટેડ કૌકોનટ ભરી ફરી રસમલાઇનો શેપ આપી દો.

ચાસણી માટે,પાણી અને ખાંડ ઉકળવા દો. ઉકળતા ચાસણીમાં રસમલાઇ મૂકો. 10 મીનીટ પછી ગેસ બંધ કરી દો.

હવે મીઠા પાન ને મીકસર મા પીસી પેસ્ટ કરી તેને દૂધમા ઉમેરો સાથે મિલ્ક પાવડર, પીસ્તાનીકતરણ ઉમેરી 5-10 મીનીટ રબડી ઉકળવા દો.

હવે રસમલાઇ ને ચાસણી માથી બહાર કાઢી એક નાના બાઉલ મા રાખી ઉપર થી તૈયાર કરેલી રબડી રેડો પછી ગુલાબ ની પાદંડી અને બદામપીસ્તાનીકતરણ ,ટુટીફુટી,ચેરી ભભરાવી ફીજ મા 1 કલાક ચીલ્ડ કરીને પીરસો

રસોઈની રાણી: ભાવિષા.ભીન્ડે(કચ્છ )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block