શું તમારા બાળકો પાલકનું નામ સાંભળીને મોઢું બગાડે છે? તો આવી પાલકની સેવ બનાવીને બાળકોને પીરસો…પછી જુઓ કેમ ફટોફટ પાલક પણ ખાઈ જશે !

- Advertisement -

પાલક સેવ

સામગ્રી:

૧ કપ ચણાનો લોટ
પાલકની પ્યોરી
૨ ચમચા ગરમ તેલ
ચપટી હિંગ
ચપટી ખાવાનો સોડા
૧ tsp તીખા લીલા મરચાની પેસ્ટ
૧/૪ tsp શેકેલ અજમાનો ભુક્કો
૧/૪ tsp સંચર
મીઠું સ્વાદ મુજબ
૨ tsp લીંબુનો રસ
તેલ તળવા

રીત:

એક વાસણમાં બધી સામગ્રી લઇ,પાલકની પ્યોરી વડે સેવનો લોટ તૈયાર કરો.
સેવના સંચાને અને મનપસંદ કાણાવાળી પ્લેટને તેલ વડે ગ્રીસ કરી,તેમાં લોટ ભરી દો.
તેલ ગરમ થાય એટલે સીધી તેમાં સેવ પાડી લો.મીડીયમ તાપે તળી લો.
ધ્યાન રહે કે સેવ ગોળ ગોળ તેલમાં પાડીએ તે વધારે ઓવરલેપ ન થાય.
ઠંડી થાય પછી ડબ્બામાં ભરી દેવાની.
તો તૈયાર છે બાળકોને આકર્ષે તેવી લીલી સેવ.

ગામી હિરલ (જામનગર)

હમમ હવે તો પાલક ખાશે જ તમારા બાળકો, શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી