પાલક અને મગની દાળનું શાક

પાલક અને મગની દાળનું શાક

પાલકમાં ખૂબજ પ્રોટીન હોય છે તમે લોકો પાલકનુ શાક અને પાલક પનીર તો બનાવતા જ હશો?
પાલકની જેમજ અલગ અલગ પ્રકારની દાળમાં પણ ખૂબજ પ્રોટીન હોયછે તો ચાલો અાજ બેયનું કોમ્બીનેશન જ હુ લાવી છું

સામગ્રી:

• ૨ ઝુડી પાલક,
• ૧ કપ મગની દાળ ૬/૭ કલાક પલાળેલી,
• આદુ,લસણ અને મરચાની પેસ્ટ એક મોટી ચમચી,
• ૧ મોટુ ઝીણુ સમારેલુ ટમેટુ,
• રાઇ-જીરું,
• હિંગ ચપટી,
• મીઠું સ્વાદઅનુસાર ,
• મરચું એક ચમચી,
• ગરમ મસાલો અડધી ચમચી,
• હળદર પા ચમચી,
• વઘાર માટે તેલ.

રીત:
૧ એક કુકરમાં તેલ ગરમ કરી રાઇ-જીરું અને હિંગ તતડાવી તેમા ઝીણા સમારેલા ટમેટા અને આદુ,લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવી.

૨ ટમેટા સ્હેજ ચડે એટલે તેમાં ઝીણી સમારેલી પાલક એડ કરવી.

૩ પાલક ચડી જાય એટલે તેમા મીઠું,મરચું,હળદર અને ગરમ મસાલો એડ કરવા.

૪ મસાલા સરખા મિક્ષ થાય એટલે તેમા પલાળેલી મગની દાળ એડ કરીને એક ગ્લાસ પાણી એડ કરીને કુકર બંધ કરી ૩/૪ સીટી કરવી.

લ્યો તૈયાર છે આપણુ શાક ગરમા ગરમ રોટલી અથવા રોટલા સાથે સર્વ કરો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી