પાલકના થેપલા તમે ટ્રાય કર્યા છે કોઈદિવસ બનાવવાના?? આજે જ ટ્રાય કરો…

પાલક થેપલા (Palak Thepla)

સામગ્રી:

2 વાટકી જેટલી સમારેલ પાલકની ભાજી,
3 વાટકી ઘઉંનો લોટ,
1 ચમચી હળદર,
2 ચમચી લાલ મરચું,
મીઠું,
2 ચમચી ધાણાજીરું,
તેલ,
પાણી,

રીત:

– સૌ પ્રથમ ભાજીને ચારણીમાં લઇ ધોઈ લેવી.
– એક પહોળા વાસણમાં લોટ, બધા મસાલા, ભાજી, મીઠું અને તેલનું મોણ લઇ મિક્સ કરી લેવું.
– પછી પાણી ઉમેરી થેપલાંનો લોટ બાંધવો.
– થેપલા વણી પેન પર તેલ મૂકી બને બાજુ ગુલાબી ડિઝાઇન પડે ત્યાં સુધી શેકી લેવા.
– તો તૈયાર છે પાલકનાં થેપલા.

નોંધ:

– લસણની પેસ્ટ ઉમેરવી હોય તો પણ ચાલે.
– તલ/ અજમો/ જીરું પણ ઉમેરી શકાય.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

જો તમે આવી રીતે પાલકનો ઉપયોગ કરશો તો મને ખાતરી છે તમારા ઘરમાં દરેક વ્યક્તિ પાલક ખાશે. શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block