“પાલક સેવ” – એક ઉત્તમ સુકો નાસ્તો છે. સ્વાદ અને દેખાવ બેય આકર્ષક… આજે જ બનાવો…

પાલક સેવ

શિયાળો એટલે શાક અને ભાજી ઓ ની ઋતુ .. લીલાછમ શાક અને ભાજીઓ જોય ને જ મન પ્રફ્ફુલિત થઇ જાય .. શક્તિવર્ધક અને લોહી શુધ્ધ કરનારી આ લીલી ભાજીઓ આપણે ઘણા પ્રકારે ખોરાક માં લઇ શકીએ ..

સામગ્રી:

 ૨ નંગ પાલક જુડી
 ૭૫૦ ગ્રામ ચણા નો લોટ
 મીઠું સ્વાદાનુસાર
 ૧/૨ ચમચી જીરું
 ૨/૩ ચમચી સંચળ
 ૩-૪ લીલા મરચા
 ૧ ચમચી ચાટ મસાલો
 ૧ ચમચી લાલ મરચું (લીલા મરચા બહુ તીખા હોય તો લાલ મરચું ના નાખવું )
 ૧ ચમચી ઘી
 ૧/૨ ચમચી હિંગ
 ૨ ચપટી ખાવાનો સોડા
 તળવા માટે તેલ

રીત :

સામાન્ય રીતે પાલક ને ગરમ પાણી માં નાખી ને બાફતા હોઈએ છીએ . પણ આપણે અહી એને અલગ રીતે બાફીશું ..
આ રીત હું મારી મમ્મી પાસે થી શીખેલી ..

સૌ પેહલા પાલક ને સાફ કરી ધોય લો. ધોય ને મોટી મોટી સુધારી લેવી. પાલક ની લીલી કુણી ડાળીયો કદી ફેકશો ના.

કડાય માં ઘી ગરમ કરો .. તેમાં જીરું , હિંગ, લીલા મરચા , સોડા અને સમારેલી પાલક નાખો .. મધ્યમ આંચ પર
રાંધો જ્યાં સુધી પલક એકદમ લીલીછમ અને રંધાય ના જાય. વચે હલાવતા રેહવું.


પૂરી રીતે ઠંડુ પડે પછી પાણી ઉમેર્યા વિના એકદમ જીણું વાટી લો. ફરી કહું છું જીણું વટવા નું છે ગ્રીન્ડેર મા, એકદમ
જીણું. જરૂર પડે તો ૧-૨ ચમચી પાણી ઉમેરો વધારે નહિ ..

જીણું નહી વટાય તો સેવ પડતી વખતે પાલક ના રેસા નડશે  
હવે એમાં બધા જ મસાલા અને ચણા નો લોટ ભેળવો .


ચણા નો લોટ થોડો થોડો ઉમેરો. લોટ બાંધવા પાણી ની જરૂર નહી પડે . હવે હાથ અને સેવ નો સંચો બેય પર થોડું
તેલ લગાવી દો. સેવ ના સાચા માં પાલક નો લોટ ભરો.

સારી રીતે બંધ કરી દો અને માધ્યમ આંચ પણ તળી લો.
ઠરે એટલે ડબ્બા માં ભરી લો .. લો તૈયાર થઇ ગઇ બાળકો ની વાહલી ગ્રીન સેવ ….

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

શેર કરો આ ટેસ્ટી સેવની રીત તમારી બીજી મિત્રો સાથે અને વધુ વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી