પાલક પનીર બિરિયાની વિથ બીટ રૂટ રાયતા !!

સામગ્રી :

ભાત બનાવવા માટે
બાસમતી ચોખા ૧ કપ
જરૂર મુજબ પાણી
ઇલાયચી, બાદીયા અને તજનો ટુકડો
લવીંગ ૪ નંગ
મીઠું સ્વાદ મુજબ
તેલ ૧ ટી.સ્પૂ.

વાટેલો મસાલો

લીલું મરચું ૧ નંગ
લસણની કળી ૫ નંગ
આદું ૨ ઇંચ

ધાણાની પેસ્ટ માટે

લીલાં ધાણા ૧ ઝૂડી
લીંબુનો રસ ૧ ટી.સ્પૂ.
પાણી ૧/૪ કપ
લાંબી સમારેલી ડુંગળી ૨ કપ

બિરયાની બનાવવા માટે :

તેલ ૨ ટે.સ્પૂ.
કાળા મરી ૫ નંગ
લવીંગ ૪ નંગ
ઇલાયચી ૨ નંગ
તજનો ટુકડો ૨ ઇંચ
સમારેલી ડુંગળી ૧/૨ કપ
પનીર ૧૦૦ ગ્રામ
ફુદીનાનાં પાન ૧ મુઠ્ઠી
પાલકની પ્યુરી ૧ બાઉલ
કાજુ ૧/૪ કપ
દ્રાક્ષ ૨ ટે.સ્પૂ.
દહીં ૩/૪ કપ
મીઠું સ્વાદ મુજબ
લાલ મરચું ૧ ટી.સ્પૂ.
ધાણા પાવડર ૧ ટી.સ્પૂ.
હળદર ૧/૪ ટી.સ્પૂ.
ગરમ મસાલો ૧/૨ ટી.સ્પૂ.
બિરયાની મસાલો ૧/૨ ટી.સ્પૂ.
કિચનકીંગ મસાલો ૧/૨ ટી.સ્પૂ.
તળેલી ડુંગળી ૨ ટે.સ્પૂ.
પાણી ૧/૩ કપ
કેસર દૂધ ૩ ટે.સ્પૂ.

રીત :

૧) બાસમતી ચોખાને ધોઈને ૧૫ મિનિટ પાણીમાં પલાળી રાખો. હોવી એક વાસણમાં પાણી મૂકી આખા મસાલા તેમજ મીઠું અને તેલ ઉમેરીને ઉકળવા દો. પાણી ઉકળે એટલે તેમાં પાણી નિતારીને પલાળેલા ચોખા ઉમેરો. પાણી ફરીથી ઉકળવા લગે એટલે મધ્યમ આંચ પર ૨૧/૨ મિનિટ ચોખાને ચઢવા દો. પછી એક ચારણીમાં ગાળી લો. તેના ઉપર ઠંડુ પાણી રેડો જેથી ચોખા વધારે બફાય નહીં.

૨) હવે આદું, લસણ અને લીલાં મરચાંને કકરા વાટી લો. ધાણા, લીંબુનો રસ અને પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો. પાલકને બ્લાન્ચ કરીને પેસ્ટ બનાવી લો.

૩) એક કઢાઈમાં તેલ ગરમ કરીને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય તેમ સાંતળી લો. પનીરના ક્યુબને તળીને કિચન નેપકીન પર કાઢી લો.

૪) એક નોન સ્ટીક હાંડીમાં તેલ અને બટર ગરમ કરી લો. તેમાં આખા મસાલા ઉમેરીને ૧મિનિટ સાંતળી લો. હોવી કાજુનાં ટુકડા ઉમેરી આછા લાલ થાય ત્યાં સુધી સાંતળો. વાટેલા આદું-મરચાં-લસણ ઉમેરીને ૧ મિનિટ સાંતળો. તેમાં ડુંગળી ઉમેરીને હલાવી લો અને ઢાંકીને ૨ મિનિટ ચઢવા દો. તેમાં પાલકની પેસ્ટ અને ધાણાની પેસ્ટ ઉમેરીને બરાબર હલાવી લો. હવે બાકીના મસાલા ઉમેરીને ૧ મિનિટ ચઢવા દો.

હવે હાંડીનો મસાલો ઠંડો પડે એટલે દહીં, દ્રાક્ષ, તળેલી ડુંગળી, ધાણા, ફુદીનો, પનીરના ક્યુબ ઉમેરો અને બરાબર હલાવીને ૧-૨ કલાક મૂકી રાખો.

ત્યારબાદ હાંડીમાં પાણી ઉમેરી ગરમ થવા મુકો. તેમાં રાંધેલા ચોખા ઉમેરો. ઉપરથી દ્રાક્ષ, તળેલી ડુંગળી, પનીર ઉમેરીને દૂધમાં પલાળેલું કેસર ઉમેરો. હાંડીને એલ્યુમિનિયમની ફોઈલ વડે કવર કરીને ઢાંકી દો. હવા બહાર ન જાય એમ ટાઈટ બંધ કરવામાં આવે તો અંદરની હવાના કારણે બિરયાનીમાં મસાલાનો સ્વાદ સરસ ભળી જાય છે જેને દમ કહેવાય છે. ધીમી આંચ પર ૩૦ મિનિટ મૂકી રાખો અને ગેસ બંધ કરીને ૧૦ મિનિટ મૂકી રાખો.

ગરમાગરમ બિરયાની બીટના રાયતાની સાથે પીરસો…

બીટ રૂટ રાયતા બનાવાની રીત :

સામગ્રી :

૧ બીટ છાલ કાઢીને બાફીને પ્યુરી કરેલું
૧/૨ ડુંગળી ઝીણી સમારેલી
૧/૨ કાકડી સમારેલી
૧ મોટો વાડકો દહીં
મીઠું સ્વાદ મુજબ
ધાણા ઝીણા સમારેલાં

રીત :

એક મિક્સર જારમાં દહીં અને બીટની પ્યુરી ઉમેરીને મિક્સ કરી લો. ગુલાબી રંગ ના આવે તો વધારે પ્યુરી ઉમેરી શકાય.
સમારેલી ડુંગળી, કાકડી અને મીઠું ઉમેરીને હલાવી લો.
ધાણાના પાનથી સજાવીને પીરસો.

રસોઈની રાણી : દીપિકા ચૌહાણ (નડીયાદ)
સાભાર : ભૂમિ પંડ્યા (આણંદ)

ટીપ્પણી