પાલક ખીચડી (Palak Khichdi) – પ્રેગનેટ સ્ત્રીઓ અને બીમાર વ્યક્તિને ખાસ જમવામાં દેવા જેવી ખીચડી….

“પાલક ખીચડી (Palak Khichdi)”

સામગ્રી:

1 મોટો બાઉલ પાલક,
2 ટમેટા,
1/2 કપ ચોખા,
1/2 કપ મગની દાળ,
1/2 કપ ચણાની દાળ,
1/2 કપ મગની મોગર દાળ અથવા મસૂર દાળ,
2 ચમચા તેલ,
1 ચમચી જીરું,
ચપટી હિંગ,
1 ચમચી હળદર,
3 ચમચી લાલ મરચું,
લીલા મરચાની ચીરીઓ,
મીઠું,
ઘી,

રીત:

– સૌ પ્રથમ દાળ અને ચોખાને ધોઈ દાળ ચોખાનું 4 ગણું પાણી લઇ કલાક કે અડધો કલાક પલાળી લેવા.
– કૂકરમાં તેલ મૂકી જીરું, હિંગ, લીલા મરચાની ચીરીઓનો વઘાર કરી ટમેટા અને પાલક ઉમેરી હલાવી દાળ ઉમેરી જે પાણી પલાળવામાં લીધેલ હતું તે જ ઉમેરી દેવું.
– પછી તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું ઉમેરી કુકર બન્ધ કરી 4 સીટી કરી લેવી.
– ખીચડી સર્વ કરતી વખતે ઘી રેડીને આપવું.
– તો તૈયાર છે ગરમ ગરમ પાલક ખીચડી.

નોંધ:

– પાણી ખીચડી કેવી ઢીલી કે કઠણ ખાવી તે પ્રમાણે અને દાળ ચોખાના પ્રમાણે જરૂર મુજબ વધઘટ કરવું.
– વડીલને અને નાના બાળકને ખીચડી દેવી હોય તો એક- બે સીટી વધારે કરવી.
– મગની મોગર કે મેસૂર દાળ ન હોય તો પણ ચાલે.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

શેર કરો આ હેલ્ધી રેસીપી તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

 

ટીપ્પણી