પાલક ખીચડી – રુચીબેનની આ પાલક ખીચડી ખુબ જ હેલ્ધી ને સ્વાસ્થ્યવર્ધક છે નોંધી લો

પાલક ખીચડી

પાલક કેટલી ગુણકારી છે , એ આપણે સૌ જાણીએ જ છીએ. આપણે સૌએ રોજ બરોજ ના જમવા માં પણ પાલક નો ઉપયોગ કરવો જ જોઈએ..

હું આજે એવી જ એક સરળ રીત લાવી છું. આ વાનગી બનાવામાં સરળ તો છે જ પણ ખૂબ જ પોષ્ટીક અને સ્વાદિષ્ટ છે.

આ ખીચડી એક કમ્પ્લીટ ભોજન છે. દાળ , ચોખા , અને પાલક ના ગુણ… આપ ચાહો તો આ ખીચડી માં બીજા શાક પણ ઉમેરિ શકો છો.

સામગ્રી :

1. 1 વાડકો ચોખા,
2. 1/4 વાડકો તુવેરની દાળ,
3. 2 વાડકા સમારેલી પાલક,
4. 3 મોટી ચમચી ઘી,
5. 1 ચમચી જીરું,
6. 1/2 ચમચી હિંગ,
7. 1/2 વાડકો સમારેલી ડુંગળી,
8. 1/2 વાડકો સમારેલા ટામેટા,
9. 1 ચમચી ખમણેલું આદુ,
10. 2 લાલ સૂકા મરચા,
11. 1 ચમચી ધાણાજીરું,
12. 1/2 ચમચી મરચું,
13. 1/2 ચમચી ગરમ મસાલો,
14. 2 લીલા મરચા,
15. 2 કળી લસણ, એકદમ બારીક સમારવું,

રીત :
દાળ ચોખાને ધોઈ, પૂરતા પાણીમાં 30 થી 40 મિનિટ માટે પલાળો. કુકર માં પૂરતું પાણી, મીઠું અને થોડી હળદર ઉમેરી ધીમી આંચ પર 3 સીટી વગાડો. કુકરને ઠરવા દો.

કડાય માં 2 મોટી ચમચી ઘી લો. 1/2 ચમચી જીરું 1 સૂકું લાલ મરચું ઉમેરો… લીમડા ના થોડા પણ ઉમેરી .

સમારેલી ડુંગળી, ટામેટા અને આદુ ઉમેરો . મીઠું ઉમેરો અને એકદમ saute કરો. હવે એમા લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરો અને એકાદ મિનિટ પકાવો ..

પાલક ને લીલા મરચા સાથે વાટી લો. વટવા માં 2 ચમચી જેટલું પાણી ઉમેરવું. Saute કરેલા ડુંગળી ટામેટા માં આ પાલક ની પેસ્ટ ઉમેરો .

સરસ રીતે મિક્સ કરો ને હવે એમાં ખીચડી અને થોડું પાણી ઉમેરો. ધીમી આંચ પર બધું સરસ મિક્સ થવા દો. વચ્ચે હલાવતા રહેવું…

નાની કડાય માં 1 ચમચી ઘી ગરમ કરો. એમા બારીક સમારેલું લસણ, જીરું અને લાલ સૂકું મરચું ઉમેરો. લસણ અને જીરું બ્રાઉન થાય એટલે આ વઘાર ખીચડી પર રેડો..

. ગરમ ગરમ પીરસો..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી