“પાલક ઢોંસા” ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા ઢોસાની રેસીપી…

“પાલક ઢોંસા”

સામગ્રી-

-1 કપ ચણાનો લોટ,
-1 કપ ઘઉંનો લોટ,
-1/2 કપ પાલકની પ્યોરી,
-3/4 ટી સ્પૂન મરચાં-મીઠા લીમડની પેસ્ટ,
-મીઠું સ્વાદાનુસાર,
-તેલ જરૂર મુજબ,

 

રીત-

સૌપ્રથમ પાલકને બરાબર ધોઈને સાફ કરી લો. ત્યાર બાદ તેને બાફી લો. આ બાફેલી પાલકને મિક્ષરમાં ક્રશ કરીને સ્મૂધ પ્યોરી બનાવી લો. હવે એક મોટા બાઉલમાં બંને લોટ ભેગા કરો. ત્યાર બાદ તેમાં મીઠું, લીલા મરચાંવાળી પેસ્ટ અને પાલકની પ્યોરી નાખીને બરાબર મિક્ષ કરી લો. એ વાતનું ધ્યાન રાખવું કે લોટના ગઠ્ઠા ના રહી જાય. ઢોંસા જેવું ખીરૂં તૈયાર કરો. થોડીવાર માટે ઢાંકીને મૂકી રાખો. ત્યાર બાદ નોન સ્ટિક તવી ગરમ કરો. તેના પર ઢોંસાની જેમ આ ખીરૂં પાથરીને ઢોંસા તૈયાર કરો. ગરમા-ગરમ ઢોંસાને ચટણી સાથે સર્વ કરો.

રસોઈની રાણી : નિકિતા મોદી (અમેરિકા)

શેર કરો આ હેલ્ધી રેસીપી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી