પાલક ઢોકળા – ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ…આજે જ શીખી લો…!!!

ચાલો આજે ઘરનાં સભ્યોને ઢોકળામાં ટવિસ્ટ લાવીને કંઇક સરપ્રાઇઝ આપીએ.

પાલક ઢોકળા

સામગ્રી

2 વાટકી ચોખા
1 વાટકી ચણાની દાળ
1/2 વાટકી મગની દાળ (કોઈ પણ ચાલે)
દહીં
1 પાલકની ઝૂડી
1 ચમચો કોથમીર
લીંબુ
મીઠુ
ખાંડ
2 ડુંગળી
1 ટમેટુ
2-3 લીલા મરચા
1/2 ઇંચ આદું
7-8 કળી લસણ
ચપટી ખાવાનો સોડા

રીત:

સૌ પ્રથમ ચોખા, ચણાની દાળ અને મગની દાળને 4-5 કલાક પલાળી લેવી.
પછી થોડુંક દહીં લઇ ક્રશ કરી ઘટ્ટ ખીરું તૈયાર કરવું.
દાળ પલળે ત્યાંસુધી પાલકને થૉડિકવાર માટે બાફી લઈ નિતારી પેસ્ટ બનાવી.
આદું, મરચાં, લસણ, કોથમીરની પેસ્ટ બનાવી લેવી.
ડુંગળી અને ટામેટાની પેસ્ટ બનાવી લેવી.
હવે ખીરામાં બધી પેસ્ટ ઉમેરી મિક્સ કરવું.
પછી તેમા ખાંડ, મીઠુ સ્વાદ મુજબ ઉમેરી મિક્સ કરવું.
હવે જરૂર મુજબ છાસ ઉમેરી ઢોકળા માટેનું ખીરું હોય તેવું બનાવું.
પછી સોડા અને તેની ઉપર 1 લીંબુનો રસ રેડી બરાબર મિક્સ કરી લેવું.
ઢૉકળીયાની પ્લેટને ગ્રીસ કરી ખીરું રેડી સહેજ લાલ મરચું ભભરાવી ઢૉકળીયામાં સ્ટીમ થવા મૂકવું.
પછી એક વધારીયામાં તેલ લઇ તેમાં રાઈ, જીરું, લીમડાના પાન અને તલનો વધાર કરી તૈયાર ઢોકળા પર રેડી દેવો.
તો તૈયાર છે ગરમાગરમ પાલક ઢોકળા.

રસોઈની રાણી: નિરાલી રતનપરા (જૂનાગઢ)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block