પાલક અને લીલા વટાણાની કટલેટ, ખુબ ટેસ્ટી વાનગી, હું તો આજે બનવાની છુ અને તમે???

પાલક અને લીલા વટાણાની કટલેટ

સામગ્રી:

પાલક – ૨ કપ
બટાકા બાફેલા – ૨-૩ નંગ
લીલા વટાણા – ૩/૪ કપ (તાજા કે ફ્રોઝન)
લીલા મરચાં ઝીણા સમારેલા – ૧-૨
આદુ ઝીણું સમારેલું – ૧/૨ ચમચી
કોથમીર ઝીણી સમારેલી – ૨ ચમચી
હળદર – ચપટી
ગરમ મસાલો – ૧/૪ ચમચી
આમચૂર પાવડર – ૩/૪ ચમચી
પલાળેલા પૌઆ – ૧/૨ કપ
બ્રેડ નો ભુક્કો – ૧ કપ
તેલ – જરૂર મુજબ
મીઠું – સ્વાદ મુજબ

રીત:

– બટાકા બાફી લો, લીલા વટાણા જો તાજા હોય તો તેની બાફી લો, જો ફ્રોઝન હોય તો એમ જ રહેવા દો.
– પાલક ને ગરમ પાણી માં ૨-૩ મિનિટ બાફો અને તરત ઠંડા પાણી માં રાખો. પછી તેને થોડી ઝીણી સમારી લો.
– એક કડાઈ માં ૧ ચમચી તેલ ગરમ કરો પછી તેમાં વટાણા અને પાલક નાખો, મીઠું ઉમેરો અને પછી પાણી નો ભાગ બળી જાય ત્યાં સુધી તેને રાખો, પછી તેમાં કોથમીર અને હળદર ઉમેરો,હલાવો અને તેને ઠંડુ પાડવા રાખો.
– પછી તેને મિક્સચર બાઉલ માં લઇ ને લીલા મરચાં, આદુ ઉમેરીને સ્મૂથ પેસ્ટ જેવું ક્રશ કરો.
– પછી તેને એક બાઉલ માં લઇ ને તેમાં બાફેલા બટાકા, ગરમ મસાલો, આમચૂર પાવડર, પલાળેલા પૌઆ, બ્રેડ નો ભુક્કો, મીઠું નાખી ને બરાબર મિક્સ કરી લો.
– હવે હાથ માં સહેજ તેલ લઇ ને ઉપર બનાવેલ મિશ્રણ લઇ ને તેને કટલેટ કે કબાબ જેવો આકાર આપો.
– હવે તેલ ગરમ કરો અને મીડીયમ તાપે કટલેટ તળી લો.
– તો તૈયાર છે યમ્મી અને ટેસ્ટી એવી કટલેટ…!!!

નોંધ:

– બટાકા તમે જરૂર મુજબ ઉમેરી શકો.
– જો કટલેટ ને તળવી ના હોય તો તવી માં થોડું તેલ લઇ ને શેકી પણ શકાય.
– જો કટલેટ ક્રિસ્પી બનાવવી હોય તો તેને તળતા પહેલા બ્રેડ ના ભુક્કા માં રગદોળો.

રસોઈની રાણી – સુકેતા મહેતા (અમદાવાદ)

તો મિત્રો કેવી લાગી વાનગી બનાવીને જણાવશો, દરરોજ નવી નવી વાનગીની રીત જાણવા અને તમારા મિત્રોને જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી