ક્યાં સુધી આ દુશ્મની ચાલશે?

દુબઈ જવા વાળી ફ્લાઈટમાં ત્રણ સીટની લાઈનમાં બે પાકિસ્તાની અને એક વૃદ્ધ ગુજરાતી કાકા બેઠા હતા.

ગુજરાતી કાકા ખુણાની સીટ પર બેઠા હતા અને પોતાના બુટ કાઢીને આરામથી પલોઠી વાળીને બેસી ગયા હતા.

ત્યારેજ પહેલો પાકિસ્તાની બોલ્યો:- ભાઈ બહુ તરસ લાગી છે હવે તો કોકાકોલા પીવું પડશે.

ગુજરાતી કાકા ખુણામાં બેઠા હતા છતા બોલ્યા તમે બેસો ભાઈ હું જઈને લઇ આવું.

અને તે કાકા એર હોસ્ટેસ પાસે કોકાકોલા લેવા માટે ઉઘાડા પગે દોડી ગયા.

બન્ને પાકિસ્તાની હસવા લાગ્યા અને તેમાંથી એક પાકિસ્તાનીએ ગુજરાતી કાકા ના બુટમાં થુંકી લીધું.

ગુજરાતી કાકા થોડી વારમાં કોકાકોલા લઈને આવ્યા અને તે કોકાકોલા પેલા પાકિસ્તાનીને આપીને પાછા આરામથી પલોઠી વાળીને બેસી ગયા હતા.

થોડી વાર પછી બીજો પાકિસ્તાની બોલ્યો:- મને પણ તરસ લાગી છે મારે પણ કોકાકોલા પીવું પડશે.

ગુજરાતી કાકા ફરી વાર ઉઠીને ગયા અને બીજા પાકિસ્તાની માટે કોકાકોલા લઈને આવ્યા.

ત્યાં સુધીમાં બીજા પાકિસ્તાનીએ પણ ગુજરાતી કાકા ના બુટમાં થુંકી લીધું.

દુબઈ પહોંચીને ગુજરાતી કાકાએ જેવો બુટમાં પગ નાખ્યા ત્યાજ એ કાકા બધું સમજી ગયા..

આ જોઇને બન્ને પાકિસ્તાની ગુજરાતી કાકાની મજાક કરવાના અંદાજમાં હસવા લાગ્યા.

ગુજરાતી કાકા ખુબજ ધીમા અવાજે શાંતિથી બોલ્યા:- હવે ક્યાં સુધી આ દુશ્મની ચાલશે, હજી ક્યાં સુધી આ જ સ્થીતી રહશે, હજી ક્યાં સુધી તમે બુટમાં થુકતા રહશો અને અમે કોકાકોલામાં મુતરતા રહશું.

ટીપ્પણી