પહેલા પ્રેમ કે પહેલા લગ્ન ?

વિદ્યાર્થીએ શિક્ષકને સવાલ કર્યો : પ્રેમ શું છે ?

શિક્ષકે સવાલના જવાબમાં વિદ્યાર્થીને કહ્યું કે તું ઘઉંના ખેતરમાં જઈને ખેતરમાંનું સૌથી મોટું ડૂંડું લઈ આવ પરંતુ એક વાત યાદ રાખજે તું ખેતરમાં એક જ વાર પ્રવેશી શકે છે અને પાછું ફરીને તું કોઈ ડૂંડું લઈ શકીશ નહિ.
વિદ્યાર્થી સંમત થયો. વિદ્યાર્થી ખેતરમાં ગયો
.

ઘઉંના લહેરાતા મોલની પ્રથમ હરોળમાં જોયું તો ઘણાં બધાં મોટાં કદનાં ડૂંડાં હતાં પણ એને થયું કે આગળ કદાચ આનાથી વધારે મોટું ડૂંડું મળી શકે છે. એમ કરતાં વિદ્યાર્થી પૂરા ખેતરમાં ફરી વળ્યો પણ બાદમાં એને જણાયું કે ખેતરમાં અગાઉના ડૂંડાં કરતાં મોટા કદનું અન્ય ડૂંડું નથી પણ હવે નિયમાનુસાર તે પાછો વળી શકે તેમ નથી. તેને ખૂબ પસ્તાવો થયો અને તે ખાલી હાથે શિક્ષક પાસે પાછો આવ્યો.

શિક્ષકે આખી બાબતના સાર રૂપે વિદ્યાર્થીને કહ્યું જો આ જ પ્રેમ છે. તમે જીવનભર વધારે સારી વ્યક્તિની શોધમાં ભટકો છો પણ બાદમાં તમને સમજાય છે કે તમે પહેલાં જ કોઈ સારી વ્યક્તિને મેળવવામાં ચૂકી ગયા છો.

વિદ્યાર્થીનો બીજો સવાલ હતો, ‘લગ્ન શું છે ?

શિક્ષકે અગાઉની જેમ જ તેને મકાઈના ખેતરમાં જઈને સૌથી મોટું મકાઈનું ડૂંડું લઈ આવવા કહ્યું અને પૂર્વશરત પણ જેમની તેમ જ રાખી.

આ વખતે વિદ્યાર્થી વધુ સાવચેત હતો. અગાઉની ભૂલને તે દોહરાવવા માગતો ન હતો તેથી ખેતરના મધ્ય ભાગમાં જઈને તેણે એક મધ્યમ કદના મકાઈ ના ડોડા પર પોતાની પસંદગી ઉતારી અને તેને તોડીને તે પોતાના શિક્ષક પાસે પરત ફર્યો. શિક્ષકે આ આખીય વાતના સાર રૂપે વિદ્યાર્થીના સવાલનો ઉત્તર આપતાં કહ્યું જો આ વખતે તું એક ડૂડું પસંદ કરીને લઈ આવ્યો. પસંદ કરતી વેળાએ તેં એ બાબતનો ખ્યાલ રાખ્યો કે આ ડૂંડું સૌથી સરસ છે અને તેને વિશ્વાસ હતો કે આ જ મારા માટે શ્રેષ્ઠ છે આનું નામ લગ્ન. !!!

લેખક અને સંકલન : રાજ પટેલ

ટીપ્પણી