દિવાળી આવે છે તો આજે જ લાવો આ પાંચ વસ્તુ ઘરમાં, થશે માતાજીની અસિમ કૃપા !!!!

- Advertisement -

શારદિય નવરાત્રીની શરુઆત ધુમ ધામથી થઈ ગઈ છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબા ગૂમી રહ્યાં છે, જ્યારે અમુક ભક્તોએ નવે નવ દિવસનો ઉપવાસ પણ રાખ્યો છે અને અમુકનાં ઘરે માતાજીનો ઘડો મૂકવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા-અર્ચના કરવાનો વિશેષ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓ છે જેનો ખાસ સંબંધ કોઈ વિશેષ દેવી કે દેવતા અથવા દિવસ સાથે સંકળાયેલો હોય છે. જો આપણે વાસ્તુ શાસ્ત્રને અનુસાર તેમાં પણ ખાસ નવરાત્રી દરમિયાન જો આ પાંચ વસ્તુઓ ઘરમાં લાવો છો તો તેનાથી માતાજી અત્યંત પ્રસન્ન થતા હોય છે.

આ વસ્તુઓને નવરાત્રી દરમિયાન ઘરમાં લાવવાથી તમને અને તમારા પરીવારને અઢળક લાભ મળશે. તેના માટે નથી તમારે કોઈ મહેનત કરવાની કે અલગથી કોઈ પ્લાનિંગ કરવાની રહેશે. તમે જેમ રોજ માતાજીની પૂજા કરો છો તેમાં અમુક વસ્તુઓ ઉમેરવાની છે. જેનાથી માતાજી પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં સુખ-શાંતિ બની રહે છે. ફક્ત પાંચ વસ્તુઓ દ્વારા તમે માતાજીને રાજી કરી શકશો, તો જાણી લો જલ્દીથી આ પાંચ વસ્તુઓ કઈ કઈ છે? જેને ઘરમાં લાવવાથી માતાજીની કૃપા તમારી અને તમારા ઘર ઉપર બની રહે છે.

૧. કમળનું ફૂલ

આપણા ઘરે નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા કરતા જ હોઈએ છીએ. લક્ષ્મી માતા કમળનાં ફૂલ ઉપર બિરાજમાન હોય છે, તેથી જો પૂજામાં કમળનાં પુષ્પને સામેલ કરવામાં આવે તો તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. જો કમળનાં ફૂલ નવે નવ દિવસ ચઢાવવામાં આવે છે તો તેમની કૃપા ઘર-પરીવાર ઉપર બની રહે છે.

૨. ચાંદી અથવા સોનાનો સિક્કો

જો નવરાત્રીમાં તમે ચાંદી અથવા સોનાનો સિક્કો ઘરે લાવો છો તો તે ખુબ જ સારું માનવામાં આવે છે. તેમાં પણ ખાસ જો સિક્કા ઉપર દેવી લક્ષ્મી અથવા ગણેશ ભગાવનનું ચિત્ર ઘડેલું હોય તો તે ખુબ જ શુભ ગણાય છે.

૩. માતા લક્ષ્મીની આવી તસ્વીર

લક્ષ્મી માતા કમળનાં ફૂલ ઉપર બિરાજમાન હોય અને હાથ માંથી ધનની વર્ષા થઈ રહી હોય તેવી તસ્વીર જો ઘરમાં મૂકવામાં આવે તો ઘણા બધા લાભ મળે છે. નવરાત્રીમાં જો માતાજીની આ મૂર્તિને પૂજવામાં આવે તો લાભ અવશ્ય મળે છે.

૪. મોરનું પીંછું

૫. શ્રુંગારનો સામાન

નવરાત્રીમાં ખાસ સોળે શ્રુંગારનો સામન ઘરમાં લાવવો જોઈએ અને તેને મંદિરમાં સ્થાપિત કરવો જોઈએ. આમ કરવાથી માતાજીની કૃપા તમારા ઘર ઉપર હંમેશા બની રહે છે.

આ સાથે માતાજીને ખુશ કરવા માટે ઘરનાં પ્રવેશ દ્વાર અને તેની આસપાસની જગ્યામાં સાફ-સફાઈ પણ અવશ્ય રાખવી. વાસ્તુ શાસ્ત્રમાં પણ આ વાતોનો  ઉલ્લેખ છે કે ઘર-દુકાનનાં મેન ગૅટ પાસે જો આ વસ્તુઓ મૂકવામાં આવે છે તો લક્ષ્મી માતાની વિશેષ કૃપા મળે છે અને ઘર-પરીવારને પૈસાથી લઈને સ્વાસ્થય સુધી બધું જ સારું રહે છે.

લક્ષ્મી માતાનાં પગનાં ચિન્હ મૂકવા દરવાજા પાસે, તેમાં પણ ખાસ આ વાતનું ધ્યાન રાખવું કે માતાજીનાં પગની દિશા ઘર કે ઓફિસની અંદરની બાજુ હોવી જોઈએ.

દુકાન કે ઘરનાં મેન ગૅટ પાસે એક વાસણમાં પાણી ભરીને તેમાં ફૂલો નાખીને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી ઘરનાં મુખિયાને ઘણા ફાયદા થાય છે.

દરવાજા ઉપર કેરી, પીપળ અને અશોકનાં પાંદડાથી બનેલ સુંદર અને કલરફુલ તોરણ બાંધવું. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નથી આવતી.

ઘર કે દુકાનનાં દરવાજા ઉપર ઓમ અથવા શુભ-લાભનાં ચિહ્નને પૂર્વ કે ઉત્તર દિશા બાજુ લખવું, તેનાથી કોઈ બીમારી વધારે દિવસ સુધી ટકતી નથી.

તમે પણ આ ઉપાય જરૂરથી અજમાવજો અને માતાજીને પ્રસન્ન કરીને તેમનાં આશીર્વાદ મેળવજો. આ ઉપચારનાં ફાયદા અન્યને પણ મળે તેના માટે અચૂકથી શેર કરજો

સંકલન : જ્યોતિ નૈનાણી

ટીપ્પણી