પાગલ પ્રેમી

ઓયે પાગલ ,

હા પાગલ કહેવાનો અધિકાર હજુ મારો જ છે , જે બીજું કોઈ નહિ લઈ શકે. તું વિચારતો હોઈસ કે આટલા સમય પછી અચાનક આનો પત્ર કેમ ? હા આજે 5 વર્ષ જેવું થયું આપણે બોલવાનું બંધ કર્યું એને , મને ખબર છે તું હજુ વિશ્વાસ નહિ કરે કે આ પત્ર મારો છે , આજે મારે તારી જોડે ખુબજ અગત્યની વાત કરવી છે એટલે મેં તને પત્ર લખ્યો છે.

તું વધુ વિચારે એની પહેલા જ કહી દવ મેં પત્ર શા માટે લખ્યો છે , 2 , 3 વર્ષથી મારુ ફેસબુક બંધ હતું કદાચ તને તો ખબર જ હશે , તો મેં થોડા દિવસ પહેલા ખોલ્યું તો ઘણા બધા મિત્રો ના મેસેજ હતા , હા તારા નહોતા ( મેં તો અનબ્લોક કરેલો જ હતો ), તો એમાં મને એક અજાણ છોકરી નો મેસેજ હતો કે “હાઈ ગુડિયા” , હું તો વિચારમાં જ પડી ગઈ કે આ કોણ છે જે મને ગુડિયા કહીને બોલાવે છે , કારણકે ગુડિયા તો તું જ મને કહી ને બોલાવતો હતો , મને થયું કે કદાચ તું જ છો મારી જોડે વાત કરવા માટે તે આવું કર્યું હશે , મેં ટાઈમ જોયો તો 8 મહિના પહેલા નો મેસેજ હતો છતાં પણ લખ્યું “હેલો” , થોડીક જ વારમાં મને રિપ્લાય આવ્યો , “બવ વહેલો જવાબ આપ્યો તમે !” એટલે મેં સમજ્યું કે તું જ છો એટલે કહ્યું ,”અરે ,યાર તને તો બધી ખબર જ છે કે મેં બંધ કર્યું હતું , યાર તને અનબ્લોક કર્યો હતો મેસેન્જર માં પણ , છતાંય તને એવું લાગ્યું કે બ્લોક હોઈસ તો તારે ફેક આઈડી બનાવું પડ્યું ?” તો મને સામેથી રિપ્લે આવ્યો કે ,”ઓ હેલો શુ કહો છો ? તમે કૈક જુદું સમજો છો , તમે જે સમજો છો ઇ હું નથી , આ આઈડી રિયલ છે , ને મારે તમારી જોડે જરૂરી વાત કરવી છે.” એમણે મારા નમ્બર લીધા અને થોડીક જ વાર માં ફોન આવ્યો અને અમે વાતચીત કરી.

એમની વાત વડે મને ખબર પડી કે તે તને ખુબજ પ્રેમ કરે છે પરતું તું એને સ્વીકારતો નહિ , એની વાત પરથી એ પણ ખબર પડી કે તું પણ એને ચાહે છો પરંતુ તું સ્વીકારી નથી શકતો , એ બિચારી તો મારી પાસે રડી પડી , એટલે જ મને લાગ્યું કે એ ખરેખર તને આટલો પ્રેમ કરે છે, પરંતુ તું કેમ એને સ્વીકારી નહિ શકતો ? હા મને ખબર છે કે તું આજે પણ મને યાદ કરે છો કદાચ એટલે જ તું બીજા ને સ્વીકારી નહિ શકતો..!

અરે પાગલ , તું કેમ આવું કરશ ? , કેમ તું તારી જિંદગી બગાડી રહ્યો છે ? , કેમ તું હજુ મારી યાદમાં રહે છો ? , કેમ તું આજે આટલા વર્ષો પછી પણ મને ભૂલી નથી શકતો ? , યાર તારી લાઈફ બગડી રહી છે , તું તારા જ હાથે તારી લાઈફ કેમ બગાડી રહ્યો છે , હા મને પણ ખબર પડી કે તું પણ માનવી ને ચાહે તો છો બસ સ્વીકારી નથી શકતો ? , શુ થયું છે તને ?

મને ખબર છે કે સાચો પ્રેમ ભૂલવો શક્ય નથી ,પરંતુ તું મારી જગ્યા એ રહીને તો વિચાર કે હું શું કરી શકતી હતી એ સમયે , જ્યારે હું બીજા જોડે બંધાઈ ચુકી હતી , મારી સગાઈ પણ થઈ ચુકી હતી , હું એ સમયે તને કંઈ પણ સમજાવી શકું એમ ન હતી , ને તું મારા માટે ફક્ત બેસ્ટ ફ્રેન્ડ હતો , અને એ રહેવાનો જ છો , અને તું મારાથી દૂર રહીશ એમ વિચારી ને હું તારા થી દૂર ગઈ હતી , કારણકે મને તારી ચિંતા હતી , મારા ફ્રેન્ડની લાઈફ બગડે એ હું કેમ જોઈ શકું ? , છતાંય મને લાગ્યું કે હજુ વધુ જરૂર છે ત્યારે મેં એવી વાત તારા સુધી પહોંચાડી કે મારું કેરેકટર બવ ખરાબ છે , છતાં પણ તું ના માન્યો , કોઈ પણ કારણે તું માન્યો જ નહીં……

મારા જીવનનો બેસ્ટ ફ્રેન્ડ , જેને ઘણી બધી પ્રોબ્લેમમાં મને સાથ આપ્યો છે , હમેંશા મારી સાથે રહ્યો હતો , જેણે કોઈ પણ સ્વાર્થ વગર મારી મદદ કરી હતી , એ વ્યક્તિ કે જેણે કોઈ પણ અપેક્ષા વગર મને ચાહી હતી , તને ખબર જ હતી કે હું તને નથી મળવાની છતાં પણ મને પ્રેમ કરતો હતો , એવા મિત્રથી દૂર જવું સહેલું નથી હોતું , એ માટે મેં પણ ઘણું બધું સહન કર્યું છે , તું રોજ મને યાદ આવતો હતો પણ શું કરું તારા જ ભવિષ્ય માટે મારે દૂર જવું પડ્યું હતું , દરેક પળ માં મને તું યાદ આવતો જ હતો પરંતુ મનને સમજાવતી કે ના એને કોલ કે મેસેજ કે કંઇ પણ ના કરીશ , તે દૂર રહેશે તો જ એ આગળ વધશે , પ્રેમ કરવો સહેલો છે પણ એનાથી દૂર રહીને પણ એને જ પ્રેમ કરવો ખુબજ અઘરું છે , જે તે કરી બતાવ્યું. મને ગર્વ છે કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છો પરંતુ હું તારી પ્રેમિકા કે હમસફર નહિ બની શકું……..મને માફ કરજે એ બદલ….સોરી.

પરંતુ યાર કોક છે જે તને ખુદથી પણ વધુ ચાહે છે , એ વાતની તને પણ ખબર છે , માનવી જેવી હમસફર મળવી ખુબજ મુશ્કેલ છે , એ તને એટલો પ્રેમ કરે છે જે કદાચ તું પણ મને ના કરી શકે , કોકને આપણે પ્રેમ કરતા હોઈએ ને એ સ્વીકારી ના શકતા હોય ત્યારે કેવું ફિલ થાય એ વાતથી તો તું સરખી રીતે જાણે છો તો તું કેમ આવું કરી રહ્યો છે ? શા માટે એને નથી સ્વીકારતો ?

બસ યાર હવે ઘણું થયું હવે હું તને આમ નહિ જોઈ શકીશ , મેં ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કોઈ ફરક ના પડ્યો , યાર હવે તો તું માની જા , તું પ્લીઝ માનવી ને સ્વીકારી લે , એ દેખાવ માં સુંદર છે , રૂપવાન અને ચપળ પણ છે , કોઈ ખામી નથી એનામાં , મારાથી તો ઘણી સારી છે , પ્લીઝ તું એને અપનાવી લે , તારા માટે એ જ બેસ્ટ હમસફર છે…..પ્લીઝ

જો તે ક્યારેય પણ મને પોતાની ફ્રેન્ડ માની હોય તો મારી વાત માન , જો તે મને ખરેખર મિત્ર સમજી હોય તો મારી ઈચ્છા છે કે માનવીને પોતાની હમસફર બનાવી લે , હું ઈચ્છું છું તમે બંને ખુશ રહો.

બસ આ જ કારણે વર્ષો પછી તને પત્ર લખવાનું થયું , મને આશા છે તું તારી બેસ્ટ ફ્રેન્ડ ની વાત જરૂર માનીશ……

એક આશા સાથે જીવતી તારી અને ફક્ત તારી બેસ્ટ ફ્રેન્ડ,

ગુડિયા

ટીપ્પણી