કોઈ પણ સિઝન નો સર્વોત્તમ કહી શકાય એવો સવાર નો નાસ્તો એટલે ઑટ્સ…

કોઈ પણ સમયે ભૂખ સંતોષાય અને એ પણ કોઈ પણ નુકસાન વિના એટલે ઓટ્સ. ઓટ્સ ખાવાના પુષ્કળ ફાયદાઓ છે ચાલો આજે એના વિશે થોડું વિસ્તાર થી જાણી લઈએ.

પહેલા કરતા લોકો જાગૃત થયા છે અને પોતાના રોજિંદા જીવન માં ઉપયોગ કરતા પણ થયા છે.પરંતુ હજુ ઘણા લોકો એવું જ માને છે કે ઓટ્સ એ વિદેશ ના લોકો દ્વારા ખાવામાં આવતો ખોરાક છે.

* ઓટ્સ શું છે?

ઓટ્સ એ એક ધાન્ય છે. જે પૃથ્વી પર મળતાં બધા ધાન્ય માં સર્વશ્રેષ્ઠ કહી શકાય એવું ધાન્ય છે.

ઓટ્સ ગ્લુટેન રહિત હોય છે. ગ્લુટેન એ અનાજ ના ચીકણાપણાં માટે જવાબદાર છે અને એ શરીર ને નુકશાનકારક હોય છે. મેંદા માં ગ્લુટેન નું પ્રમાણ બહુ વધારે હોવાથી આપણે તેને ખાવામાં નુકસાનકારક માનીએ છીએ.

ઓટ્સ એ એવું ધાન્ય છે જેને આખું રાંધવામાં બહુ જ સમય લાગે છે એટલે લોકો રોલ્ડ ઓટ્સ, ક્રશ ઓટ્સ કે સ્ટીલ કટ ઓટ્સ
ખાવાનું પસંદ કરે છે .

* ઓટ્સ કેવી રીતે ખાઈ શકાય છે.

ઓટ્સ મોટાભાગે દૂધ અને પાણીમાં રાંધવામાં આવે છે. સવાર ના નાસ્તા માં જુદાં જુદાં ફળો કે ડ્રાયફ્રુટ સાથે લેવામાં આવતા હોય છે. હવે તો ઓટ્સની ઘણી બધી સરળ વેરાઈટી ઘરે પણ બનાવી શકાય છે. જેમ કે ઉપમા, ઉત્તપામ, ઈડલી, મફીન્સ, કુકીઝ અને બિસ્કિટ જે સવાર ના નાસ્તા માં ક બાળકો ને ટીફીન આપવા માટે શ્રેષ્ઠ ગણાય.

* ઓટ્સ સર્વશ્રેષ્ઠ ફાયદાઓ

– ઓટ્સ માં ખૂબ બહોળા પ્રમાણમાં ફાઇબર ( રેષા) રહેલું હોય છે જે જલ્દી થી પાચન થઇ જાય છે અને જેનાથી પાચન અંગે થતી સમસ્યાઓથી આપણે દૂર રહીએ છીએ.

– ઓટ્સમાં આવેલું કાર્બોહાઇડ્રેટ પણ શરીરમાં જલ્દીથી શોષાય જાય છે જે ઘણું ફાયદાકારક છે.

– ઓટ્સ માં ઘણા મોટા પ્રમાણ માં વિટામિન , મિનરલ અને એન્ટિઓક્સિડન્ટ ઉપ્લબ્ધ છે જે આપણા શરીર ને જોઈતા મોટાભાગના પોષકતત્વો પૂરા પાડે છે.

– ઓટ્સ આપણા બ્લડ નું પ્રેશર ઘટાડતું હોવાથી બ્લડપ્રેશર ના પેશન્ટ માટે પણ એટલું જ ઉપયોગી છે.

– ઓટ્સ માં આવેલું બીટા- ગ્લુકેન નામનું ફાયબર જે જલ્દી થઈ ઓગળી જઈ ને બ્લડ સુગર લેવલ ઘડવામાં મદદ કરે છે અને ખરાબ કોલેસ્ટેરોલ ને કાબુમાં રાખી ને હાર્ટ પ્રોબ્લેમ થવાની શકયતાઓ ઘટાડે છે.

– ઓટ્સ યુવાનો માં થતો જતો લોકપ્રિય ખોરાક છે કેમ કે વજન ઘટાડવામાં બહુ મદદરૂપ છે.ઓટ્સ ખાવાથી ભૂખ જલ્દી સંતોષાઈ જાય છે અને ફરી તરત ભૂખ પણ નથી લાગતી.

– ઓટ્સ ખાવાથી કબજિયાત દૂર થાય છે અને એના પાઉડર નો ઉપયોગ કરી ને ચામડી ના એક્ઝેમા જેવા રોગો માં પણ રાહત મળે છે.

– ઓટ્સ ખાવાની સાથે સાથે તેના પાઉડર નો ઉપયોગ સૌંદર્ય વધારવા પણ થાય છે. એમાંથી બનાવેલો ફેસપેક યુવાની ટકાવી રાખવામાં મદદરૂપ છે.

– ઓટ્સ આપના શરીર માટે એકદમ મિત્ર સમાન છે જે માત્ર ને માત્ર આપણને ફાયદો જ અપાવે છે. જ્યારે અને જેટલા ખાવા હોય એટલા મન ભરી ને ખાઈ લો.

બાળકો, યુવાનો અને વૃધ્ધો કોઈપણ વ્યક્તિ ઓટ્સ બિન્દાસ્ત ખાઈ શકે છે.

તો ચાલો હવે આજથી જ આપણા રોજીંદા જીવન માં જેટલો બને તેટલો ઓટ્સ નો ઉપયોગ કરી ને આપણી જીવનશૈલી ને તંદુરસ્ત બનાવીએ.

આજે જ માર્કેટ માંથી ઓટ્સ લઈ આવવાનું ચુકતા નહીં.

લેખન સંકલન : જલ્પા મિસ્ત્રી

દરરોજ અવનવી વાનગી અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી