ડાયટમાં ખવાય એવું “ઓટ્સ ચવાણું”- આજે જ ટ્રાય કરો અને ખાવ હેલ્ધી ચવાણું…

“ઓટ્સ ચવાણું”

સામગ્રી:

+ ૧ કપ પાતળા પૌંઆ અથવા કૉર્નફ્લેક્સ,

+ દોઢ કપ તેલ,

+ ૧/૪ કપ કાજુ અથવા સિંગદાણા,

+ અડધો ટી-સ્પૂન રાઈ,

+ અડધો ટી-સ્પૂન જીરું,

+ ૧ લાલ મરચાના ટુકડા (સૂકું),

+ ૪-૫ પાંદડાં લીમડાનાં,

+ ૧-૨ ગ્રીન મરચાંના ટુકડા,

+ ૩-૪ લસણની કળી ક્રશ કરેલી,

+ ૧/૪ કપ તળેલી ચણાદાળ અથવા શેકેલી દાળિયાની દાળ,

+ ૨ ટેબલ-સ્પૂન પાતળું કાપેલું કોપરું (સૂકું),

+ લાલ મરચાંનો પાઉડર,

+ હળદર પાઉડર,

+ હિંગ જોઈતા પ્રમાણમાં,

+ મીઠું,

+ ૧ ટેબલ-સ્પૂન ઑલિવ ઑઇલ,

+ ૩-૪ કપ ઓટ્સ (રોલ્ડ),

રીત:

૧. એક પૅનમાં પૌંઆને શેકી લેવા. એ જ પૅનમાં કૉર્નફ્લેક્સ પણ શેકી લેવા. એ જ રીતે ઓટ્સને શેકવા.

૨. તેલ ગરમ કરીને એમાં કોપરું અને કાજુ અથવા સિંગદાણાને વારાફરતી તળી લેવા અથવા શેકવા.

૩. પૅનમાં તેલ ગરમ કરી એમાં રાઈ, જીરું, લાલ મરચાના ટુકડા, લસણ, ગ્રીન મરચાં અને લીમડો મિક્સ કરવું.

૪. એમાં સૂકા કોપરાની સ્લાઇસ મિક્સ કરવી. સાથે ચણાની દાળ મિક્સ કરી લેવી.

૫. એમાં ઉપરથી લાલ મરચાંનો પાઉડર, હળદર, પૌંઆ, ઓટ્સ બધી સામગ્રી સરખી મિક્સ કરવી. એમાં ઉપરથી ઑલિવ ઑઇલને નાખીને મિક્સ્ચરને બરોબર મિક્સ કરી ઠંડું કરીને ઍરટાઇટ ડબ્બામાં ભરી લેવું.

રસોઈની રાણી – કેતકી સૈયા

ખુબ સરસ રેસીપી છે બનાવજો અને જણાવજો કેવી લાગી. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી