17 વર્ષથી ઓસ્કર્સમાં નથી પહોંચી એકપણ ભારતીય ફિલ્મ, જાણો છો કેમ?

17 વર્ષથી ઓસ્કર્સમાં નથી પહોંચી એકપણ ભારતીય ફિલ્મ, જાણો છો કેમ?

દર વર્ષે જ્યારે પણ ઓસ્કાર એવોર્ડની વાત કરવામાં આવે છે, તેમાં ભારતથી સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષામાં મોકલાયેલ ફિલ્મની જ વાતો થાય છે. દર વર્ષ માત્ર એક ફિલ્મ જ મોકલવામાં આવે છે. દુનિયામાં સૌથી વધારે ફિલ્મો બનનાર બોલીવૂડમાંથી અત્યાર સુધી માત્ર ત્રણ ફિલ્મો નોમિનેટ થઈ છે. જેમાં એવોર્ડ એકપણ ને મળ્યો નથી. ભારતીય પરિપ્રેક્ષ્યમાં બનેલી ગાંધી અને સ્લમ ડોગ જેવી કેટલીક ફિલ્મના કારણે રહેમાન, ભાનુ અથૈયા અને ગુલજાર જેવા કલાકારોને ઓસ્કર મળી ચૂક્યો છે. પ્રાદેશિક સિનેમા તો ઓસ્કારથી લાખો પ્રકાશ વર્ષ દૂર છે. જાણી લો તે નિયમો અને કાયદાઓ જેના કારણે આપણી ફિલ્મો ઓસ્કરથી બહાર છે.

વર્ષ 1957ના 20માં ઓસ્કર્સ એવોર્ડ્સ સમારંભમાં સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મ કેટગરીની શરૂઆત થઈ. ત્યાર બાદ દુનિયાભરમાંથી આ સમારોહમાં ફિલ્મો આવવા લાગી. એક દેશમાંથી માત્ર એક જ ફિલ્મ મોકલી શકાય છે. આમ એક ફિલ્મને ઓસ્કરના ફાઈનલ નોમિનેશન સુધી પહોંચવા માટે કેટલાય તબક્કાઓમાં થઈને પ્રસાર થવું પડે છે.

આ નિયમોમાં સૌથી મુખ્ય નિયમ ફિલ્મની ક્વોલિટી સાથે જોડાયેલા છે. અસલમાં ઓસ્કર એવોર્ડની તે કારણે જ ખુબ ટીકા થઈ છે કે, તેઓ ટેકનિકલ બાબતો પર વધારે ધ્યાન આપે છે.

દરેક વિદેશી ફિલ્મમાં ઈંગ્લિશમાં સબટાઈટલ હોવું જરૂરી છે. તે સિવાય ફિલ્મ ઓસ્કર જ્યુરી સામે બતાવવામાં આવતી નથી.

ફિલ્મને નોમિનેટ થવા માટે એક ફિચર લેન્થમાં હોવી જરૂરી છે.

ફિલ્મ બે પ્રકારની હોય છે, ફિચર ફિલ્મ અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ. આમની કેટેગરી પ્રમાણે અલગ-અલગ લેન્થ નિર્ધારિત કરવામાં આવી છે. ફિચર ફિલ્મની લેન્થ ઓછામાં ઓછી 40 મીનિટની હોવી જોઈએ.

 

ફિલ્મને નોમિનેટ થવા માટે 35 એમએમ અથવા 70 એમએમના પ્રિન્ટ પર હોવી જરૂરી છે. ફિલ્મનું 24 એફપીએસ અથવા 48 એફપીએસ ડિઝીટલ સિનેમા ફોર્મેટમાં હોવી જરૂરી છે. સાથે જ ફિલ્મનું રિઝોલ્યુશન પણ 2048X1080થી ઓછું હોવું જોઈએ નહી.

આ બધા ટેકનોલોજી બાબતોને પાર કર્યા બાદ ફિલ્મને મોકલવામાં આવે છે, ઓસ્કર જ્યુરી સામે જ્યાં લગભગ 6,000 જજ ફિલ્મનું નિરીક્ષણ કરે છે. આમા આટલા બધા લોકોને ફિલ્મ બતાવવી એક ઘણું મોટુ અને ખર્ચભર્યું કામ છે. લગાન માટે આમિર ખાન અને આશુતોષ ગોવારિકરે ઘણો સમય અમેરિકામાં વિતાવ્યો હતો. મોટાભાગની ફિલ્મો તો જ્યુરિક ન જોવે તેના કારણે પણ ઓસ્કારમાંથી બહાર થઈ જતી હોય છે. ફાઈનલ નોમિનેશનમાં દુનિયાભરમાંથી આવેલી પાંચ ફિલ્મોની પસંદગી કરવામાં આવે છે.

ભારત તરફથી પહેલી વખત ફિલ્મ મધર ઈન્ડિયા ઓસ્કર માટે નોમિનેટ થઈ હતી. અફસોસ કે ફિલ્મને ઓસ્કાર મળ્યું નહતું. 1957માં નોમિનેટ થયેલ ફિલ્મ મધર ઈન્ડિયા બાદ, 1998માં સલામ બોમ્બે નોમિનેટ થઈ અને 2001માં લગાન નોમિનેટ થઈ. 17 વર્ષથી ભારતમાં બનેલી એકપમ ફિલ્મ ઓસ્કર્સ સુધી પહોંચી શકી નથી. ઓસ્કર્સની રાહ ક્યાં સુધી જોવી પડશે તે તો આવનાર સમય જ બતાવશે.

લેખન સંકલન : દીપેન પટેલ

દરરોજ અવનવા બોલીવુડના સમાચાર જાણવા માટે લાઇક કરો અમારું પેજ જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી