“ઓરીઓ ન્યુટેલા ચીઝ્કેક” – એકદમ સ્મૂથ , સ્વાદિષ્ટ આ વાનગી માં ઓરીઓ બિસ્કીટ ના નાના નાના crunch ખાવા માં મજા લાવી દેશે.

“ઓરીઓ ન્યુટેલા ચીઝ્કેક”

આ ચિઝ્કેક no-bake એટલે કે બેક કાર્યા વગર ની છે .. બસ બધું રેડી કરો અને ભેગું કરો , ચિઝ્કેક યુવાનો અને બાળકો માં ખુબ જ લોકપ્રિય હોય છે.

આપના માંથી કોના બાળકો ને ઓરીઓ બિસ્કીટ નથી ભાવતા ??? કદાચ બહુ જ ઓછાં.. બાળકો શું , યુવાનો અને વડીલો ને પણ બહુ જ પસંદ પડે છે આ બિસ્કીટ .. તો આજે આપણે આ બિસ્કીટ અને ક્રીમચીઝ માંથી ચીઝ્કેક બનાવીશું ..

સામાન્ય રીતે ચીઝ્કેક માં ૨ લયેર હોય છે. નીચે નું બિસ્કીટ લેયર અને ઉપર નું ક્રીમચીઝ લયેર. આ ૨ લેયર ની ઉપર સજાવટ નું ત્રીજું લેયર .
આ એક સાવ સરળ અને બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. નવા વર્ષ ની પાર્ટી માં કે ઘરના મેહમાનો ને પીરસો અને બનો રાણી ..

નોંધ :

આ વાનગી ની રીત માં ઓરીઓ બિસ્કીટ ના બદલે digestive , કે બીજા બિસ્કીટ કે કેક ના કુટકા પણ વાપરી શકાય .. ક્રીમચીઝ અને ન્યુટેલા કોઈ પણ મોટા સ્ટોર કે મોલ માં મળી જશે. હમેશા exp તારીખ જોઇને જ ખરીદવી .. ક્રીમચીઝ તમે ઘરે પણ બનાવી શકો છો.

સામગ્રી :

લેયર ૧ :

• ૧૨-૧૩ ઓરીઓ બિસ્કીટ , ભૂકો કરેલા (વચ્ચે નું ક્રીમ કાઢવાનું નથી )
• ૫ ચમચી બટર , પીગળેલું

લેયર ૨ :

• ૧ વાડકો ક્રીમચીઝ
• પોણો વાડકો ન્યુટેલા
• ૩ મોટા ચમચા વ્હીપીંગ ક્રીમ

સજાવટ નું લેયર આપ ચાહો તો બાદ કરી શકો છો .. તમારી સુજ્બુજ થી આપ ક પણ ફ્લાવેર થી સજાવટ કર શકો .

સજાવટ માટે :

• વ્હીપીંગ ક્રીમ
• ચોકોલેટ છીણેલી

રીત :

સૌ પ્રથમ આપણે બિસ્કીટ નો ભૂકો કરીશું . આ ભૂકો આપ મિક્ષેર માં ૧-૨ સેકન્ડ માટે PULSE મોડ માં ભૂકો કરો . અથવા કોઈ ઝીપલોક બેગ માં બિસ્કીટ ભરી વેલણ ભેરવી ભૂકો કરવો ..
આ બિસ્કીટ નો ભૂકો અને પીગળેલું બટર સરસ રીતે મિક્ષ કરો …

જે બાઉલ માં સર્વ કરવાનું હોય એમાં આ ભૂકો ઉમેરી ચમચી ની પાછળ ની બાજુ થી દબાવી જમાવી દો . ફ્રીઝ માં ૧૦-૧૫ min માટે મૂકી દો .


ક્રીમચીઝ અને ન્યુટેલા ને સ્મૂથ ના થાય ત્યાં સુધી ફેટો .. હવે એમાં એકદમ ઠંડુ વ્હીપીંગ ક્રીમ ઉમેરો .

ફેટતા જાઓ જ્યાં સુધી એકદમ મિક્ષ ના થઇ જાય . હવે આ ક્રીમચીઝ મિક્ષર ને પાઈપીંગ બેગ માં ભરો . પાઈપીંગ બેગ ના હોય તો જાડી દૂધ ની બેગ સાફ કરી એમાં પણ ભરી શકાય ..


બેગ થી બિસ્કીટ ના લેયર પર ક્રીમચીઝ નું લેયર બનાવો .. સરળ રીત માં આપ ચમચી થી પણ ક્રીમચીઝ સજાવી શકો છો ..
ઉપર વધારે વ્હીપીંગ ક્રીમ અને ચોકલેટ ની છીણ થી સજાવટ કરો અને ફ્રીઝ માં ઠંડુ કરી ને પીરસો ..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી