ઓરીજીનલ પંજાબી દાલ તડકા આમ બને છે

દાલ તડકા

સામગ્રી :

– 1/3 કપ તુવેર દાળ,
– 1/4 કપ ચણા દાળ,
– 1/2 કપ ટામેટા સમારેલા,
– 1/2 કપ કાંદા સમારેલા,
– 3 ટેબલ સ્પુન ઘી,
– 2 લાલ મરચા,
– 2 ટી સ્પુન જીરૂ,
– 1 ટી સ્પુન લસણ પેસ્ટ,
– 1 ટી સ્પુન આદુ પેસ્ટ,
– 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચી પાવડર,
– 1 1/2 ટી સ્પુન ધાણા પાવડર,
– 1/2 ટી સ્પુન હળદર,
– 2 ટી સ્પુન મીઠું,
– 1 ટેબલ સ્પુન કોથમીર.

રીત :

– દાળને ધોઈ 2-3 કલાક પલાળી રાખો.
– દાળને મીઠું, હળદર નાખી કુકરમાં રાંધો.
– પેનમાં ઘી ગરમ કરો. આદુ -લસણની પેસ્ટ સાંતળો.
– કાંદા નાખી સોનેરી થાય ત્યાં સુધી રાંધો.
– ટામેટા નાખી રાંધો.
– લાલ મરચી પાવડર, ધાણા પાવડર નાખી મિક્સ કરો.
– મીઠું નાખી મસાલા ચડાવો.
– દાળ નાખી દો.
– પાણી નાખી થોડું દાળને ચડાવો.
– કોથમીર નાખો.
– સર્વ કરવા થી પહેલા વઘાર કરવું તે માટે પેનમાં તેલ ગરમ કરો.
– લાલ મરચા નાખો.
જીરાનો વઘાર કરો અને વઘારને દાળ પર નાખી દો. દાળ તૈયાર.

રસોઈની રાણી : ઉર્વી શેઠિયા (મુંબઈ)

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગો અચૂક કહેજો

ટીપ્પણી