ઓરીઓ મિલ્ક શેક-ઉનાળામાં બાળકોને ભાવે એવું ઓરીઓ મિલ્ક શેક, સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઈ ટ્રાય કરો

ઓરીઓ મિલ્ક શેક

આજે આપણે ઉનાળા માં બાળકોને ભાવે આવું ઓરીઓ મિલ્ક શેક બનાવીશું ,ઓરીઓ બિસ્કીટ બાળકોને ખૂબ જ ભાવતા હોય છે તો એમાં થી જો તમે મિલ્ક શેક બનાવીને આપશો તો એમને ખૂબ જ મજા પડી જશે તો ચાલો એને ફટાફટ બનાવવાની રીત જોઈ લઈએ.

સામગ્રી :

1) ૪ – ઓરીઓ બિસ્કીટ (મેં રેગ્યુલર ફ્લેવર લીધા છે ),
2) ૩૦૦ મિલી ઠંડુ દૂધ,
3) થોડી ખાંડ,
4) ૩-૪ બરફ ના ટૂકડા,
5) ૧ ચમચી ચોકલેટ સીરપ,

રીત :

1) મિક્ષરમાં ઓરીઓ બિસ્કીટ ના ટૂકડા કરી એડ કરો.

2) હવે એમાં અડધું દૂધ ,બરફ ,ખાંડ અને ચોકલેટ સીરપ ઉમેરી ક્રશ કરી લો.

3) થોડી વાર પછી બાકીનું દૂધ એડ કરી ફરી ક્રશ કરો.

4) મિલ્ક શેક ને સર્વિંગ ગ્લાસ માં લઈ લો.

5) ઓરીઓ મિલ્ક શેક તૈયાર છે (ગાર્નીશીગ માટે ઉપર થી ચોકલેટ સીરપ કે બિસ્કીટ નો ભૂકો એડ કરી શકાય).

 

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી