ખુશ કરી દો તમારા બાળકોને આ શેક પીવડાવીને… શેર કરો લાઇક કરો…

ઓરિયો બિસ્કિટ મિલ્કશેક (Oreo Biscuit Milkshake)

સામગ્રી :

૩ કપ વૅનિલા આઇસક્રીમ
બે કપ દૂધ
૧૦-૧૫ નંગ ઓરિયો બિસ્કિટ
૫૦ મિલિલીટર ચૉકલેટ સૉસ
ફુદીનાનાં પાન
લાંબા ગ્લાસ
ચેરી
અડધો કપ વિપ્ડ ક્રીમ

રીત :

એક લાંબા ગ્લાસમાં ૧ ટેબલસ્પૂન ચૉકલેટ સૉસ નાખવો. બિસ્કિટનો ભૂકો કરી લેવો. એક મિક્સર જારમાં બિસ્કિટ, દૂધ, આઇસક્રીમ લઈ એને ચર્ન કરવું. એને ગ્લાસમાં નાખી એના પર વિપ્ડ ક્રીમથી ગાર્નિશ કરવું. ઉપર થોડો ઓરિયો બિસ્કિટનો ભૂકો, ચેરી અને ફુદીનાનાં પાનથીગાર્નિશ કરવું.

નોંધ :

વધારે હેલ્ધી કરવું હોય તો સોયા મિલ્ક લઈ શકાય છે. બિસ્કિટ થોડાં ઓછાં અને થોડીક બદામનો પાઉડર અથવા બદામની પેસ્ટ ઉમેરી શકાય છે.

રસોઈની રાણી :- કેતકી સૈયા

તો બનાવો પછી અમને જણાવજો તમારા બાળકોને કેવી લાગી. શેર કરો તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી