નવો ફોન લેવાનું વિચારી રહ્યા હોવ તો એકવાર ખાસ વાંચજો આ વિગતો..

ચીનની મોબાઇલ મેકર કંપની Oppoએ તાજેતરમાં જ બજેટ સ્માર્ટફોન Oppo A71 (2018)ને પાકિસ્તાનમાં લોન્ચ કર્યો છે. હવે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે આ કંપની ભારતમાં આ સ્માર્ટ ફોનને ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે,ભારતમાં આ સ્માર્ટફોનનું નામ Oppo A71s રાખવામાં આવી શકે છે.

કંપની આ ફોનને ગોલ્ડ અને બ્લેક એમ બે કલરમાં લોન્ચ કરી શકે છે. ફોનરડારની એક રિપોર્ટ પ્રમાણે, આ સ્માર્ટફોનની કિંમત અંદાજે 9,990 રૂપિયા હોઇ શકે છે. Oppo A71 (2018)ની જેમ A71s પણ AI બ્યૂટી રિકગ્નિશન ટેકનોલોજી સાથે આવશે. સાથે આ ડિવાઇસ બોકે ઇફેક્ટ સાથે સેલ્ફી કેપ્યર કરી શકશે.


તે સિવાય ફોનમાં ફ્રંન્ટ કેમેરા બિલ્ટ ઇન અર્થમેટિક ઓપ્ટિમાઇઝેશનને યુઝ કરી શકાશે. જે સબ્જેક્ટ અને બ્રેકગ્રાઉન્ડમાં અંતર કરી શકશે. સાથે તેનો રિયર કેમેરામાં મલ્ટી ફ્રેમ ડિનોઝિંગ ટેકનોલોજી અને અલ્ટ્રા HD ટેકનોલોજી આપવામાં આવશે. જેની મદદથી કેમેરા 32MP રિઝોલ્યૂશન સુધી તસવીરને કેપ્ચર કરી શકશે.


સ્પેસિફિકેશન્સની વાત કરવામાં આવે તો Oppo A71sમાં 5.2-इंच HD 720×1280 પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવશે. આ સ્માર્ટફોન કંપનીએ ColorOSની સાથે એન્ડ્રોઇડ 7.0 નૂગટ પર ચાલશે. જેમાં 2 જીબી રેમ સાથે ક્વોડ-કોર સ્નૈપડ્રેગન 450 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ફોનની ઇન્ટરનલ મેમરી 16GBની હશે જે કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાશે. ફોનના કેમેરાની વાત કરવામાં આવે તો તેના રિયરમાં 13 મેગાપિક્સલનો કેમેરા અને ફ્રંન્ટમાં પાંચ મેગાપિક્સલ કેમેરા આપવામાં આવશે. તેની બેટરી 3,000 mAhની હશે અને કનેક્ટિવિટી માટે VoLTE, 3G, WiFI, Bluetooth અને GPS સપોર્ટ થશે.

નવી નવી ટેકનોલોજીની અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી