PM નરેન્દ્ર મોદીને લેખક-પત્રકાર કિન્નર આચાર્યનો ખુલ્લો પત્ર: ગુજરાતમાં નક્સલવાદીઓને નાથો, મારા નાથ!

આદરણીય નરેન્દ્રભાઈ, સાદર નમસ્કાર!

કુશળ હશો, એવું કહેવું જોઈએ. પરંતુ કુશળ નહીં જ હોવ એ હું જાણું છું. ગુજરાતમાં આજકાલ જે ચાલી રહ્યું છે તેનાંથી હર કોઈ સ્વસ્થ દિમાગની વ્યક્તિ દુઃખી જ હોય. અને જે આ તમાશો જોઈ ને રાજી થતાં હોય એ યા તો કોંગ્રેસી હોય અથવા રાષ્ટ્રદ્રોહી હોય. આમ તો આ બેઉ શબ્દો સમાનાર્થી છે પણ તેનાં ડિક્શનરી મિનિંગ અલગ છે, તાત્વિક અર્થ એક જ.

સાહેબ, આપે વિકાસની રાજનીતિ કરવા પ્રયત્ન કર્યો. વિકાસના મુદ્દાઓને લઈ મત માંગ્યા. ધાર્યું હોય તો વિરોધીઓ “વિકાસ નથી થયો” એમ કહી, તેના પુરાવાઓ આપી ચૂંટણીના મેદાનમાં ઉતરી શક્યા હોત. પણ અહીં હજુ એવું પૌરુષ વિકસ્યું નથી. માધવસિંહએ KHAM થિયરી આપી તો પુત્ર ભરતસિંહના કાળમાં HAJ થિયરી આવી. આ કોંગ્રેસની વિકાસયાત્રા. ભવ્યાતિભવ્ય. દિવ્યાતિદિવ્ય. ત્રીસ-ચાલીસ વર્ષમાં આ પામ્યાં તેઓ. રાજીવે શાહબાનો કેઇસમાં તેમના પક્ષની પરંપરાનો પરિચય આપ્યો, રાહુલ હવે તાજ હોટલમાં છીનાળું કરી ભાગલાવાદી તત્વો સાથે સમલૈંગિક સંબંધો વિકસાવી રહ્યા છે. અને પ્રજાને આ મુદ્દા અપાયાં. દલિત, પાટીદાર અને OBC.

વિદેશનીતિ અને સંરક્ષણ અને સુરક્ષા અને બજાર… આ બધું ખાળમાં ગયું. જ્ઞાતિઓનો અહમ તમે સંતોષ્યો નહીં એટલે તમે ખલનાયક. બાકી બધું જ પછી, પહેલાં અમારી જ્ઞાતિ. કોણ મોદી અને કોણ ભાજપ? શું દેશ અને શું રાજ્ય? અમારે ત્યાં અમારાં કાયદા ચાલે. તમે ન ચલાવો તો અમારી પાસે છાકટા થયેલા ટોળાં છે. શરાબ પીવડાવી દીધેલાં વાનરો જેવાં. ફેનેટિક અને ઘનચક્કર. એમના ઉપલા માળમાં ખસખસના દાણા જેવડું જ દિમાગ છે અને એમાં પણ ભૂંસુ ભર્યું છે. આ પ્રજા ખરેખર અધમ કક્ષાના જ્ઞાતિવાદી રાજકારણને જ લાયક છે. એમને ઘેનમાં રહેવું છે, અફીણ જ ખપે છે, તેની કિકમાંથી બહાર આવે તો મગજને કષ્ટ પહોંચે ને! આ જમાત આપને લાયક નથી, આ લોકો માટે મનમોહન અને સોનિયા જ યોગ્ય છે. જરા વિચારવા જેવું છે: એમને ભાવ ન મળ્યો તો રાહુલ જેવાં લોકો સાથે પણ મધુરજની ગાળવા તૈયાર થઈ જાય એવા લોકોનું DNA કેટલી હદે દૂષિત હશે!

અજબગજબ સિનારિયો છે. પીળા ખેસવાળો દરેક અડધિયો સ્વયંને ગુજરાતનો નાથ માને છે. ગુજરાતમાં પણ હવે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદની ફ્રેન્ચાઇઝી અપાઈ ગઈ હોય એવો છે આ ઘાટ. કોઈ તાત્વિક ફર્ક નથી. માત્ર લોહી વહાવે તો જ હત્યાકાંડ થોડો ગણાય! વર્ગવિગ્રહ અને સમાજમાં ભાગલાં પણ એક પ્રકારનું સોફ્ટ ટેરરિઝમ જ કહેવાય. અને બધી ઉગ્રવાદી પ્રવૃત્તિઓ માટે સમાજદ્રોહીઓને ISIની મદદની પણ આવશ્યકતા નથી, આપણે ત્યાં 135 વર્ષ જૂની સ્વદેશી ISI સૌને સુલભ છે. આપણી દેશી ISIને ભાગલાં અને વર્ગવિગ્રહ કરાવવાનો બહોળો અનુભવ છે. આ ગૌરવશાળી પરંપરાનો બહાદુરશાહ ઝફર આજકાલ ગુજરાતમાં ડાંગ મારી પાણી છુટ્ટા પાડી રહ્યો છે. એક તળાવ હતું અગાઉ, હવે પાળ તૂટી અને ચોતરફથી નાનાં-સાંકડા પ્રવાહો વહ્યાં. જાણે ગુજરાત તણાઈ ગયું.

મારા પત્રમાં મારે કોઈનું નામ નહોતું લેવું પણ બેવકુફો બિટવીન ધી લાઇન્સ વાંચી શકતાં નથી અને ઝાઝાભાગે તો સીધું ને સટ્ટ પણ એમનાં નેનો કદના દિમાગમાં ઘૂસતું નથી. આપણો પનારો આ અક્કલના દુશ્મનો સાથે છે. હજુ હમણાં જ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે હાર્દિકને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવતાં કહ્યું કે, “હાર્દિકમાં સરદાર પટેલનું DNA છે!” લગે હાથ બાપુએ જીજ્ઞેશને આંબેડકરનો અવતાર અને અલ્પેશને રામ મનોહર લોહીયાનો પુનર્જન્મ ગણાવી દીધો હોત તો શો વાંધો હતો! આપણે ક્યાં પુરાવા આપવાના છે! લોકો માની જ લેશે.

ઈચ્છા હોય તો રાહુલને પણ મહાત્મા ગાંધીનો પુનર્જન્મ ગણાવી શકાય. આ મૂળ વિચાર પર ઘણુંબધું કામ થઈ શકે. હાર્દિકના DNA વિશે સુંદર માહિતી પૂરી પાડનાર કોંગ્રેસનું DNA જ વાસ્તવમાં દૂષિત છે. એટલે જ યુદ્ધને મુદ્દાના આધારે લડવાને બદલે જ્ઞાતિઓને ઢાલ બનાવાય છે. અને કેટલીક પ્રજાતિના પછાત છેલબટાઉ યુવાનોને જાણે રોજગારની નવી તકો સાંપડી છે. ફૂલ HD ટેલિવિઝનના આ યુગમાં કોઈ વાલ્વવાળા બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી વેંચવા નીકળે તો હાંસીને પાત્ર ઠરે, લ્યુના કે લક્ષ્મી જેવાં સ્કૂટર એ જ સ્વરૂપે ફરી માર્કેટમાં મુકાય તો લોકો હસવા માંડે.

ફાનસને બદલે બેટરીથી ચાલતી લાઇટ્સ આવી ગઈ, બેલબોટમ પાટલુનના સ્થાને સ્કિન ટાઈટ કે કમ્ફર્ટ ટ્રાઉઝર્સ લોકો પહેરવા માંડયા. કોઈ નિર્દેશક હવે જીતેન્દ્રને કે ધર્મેન્દ્રને હીરો તરીકે લઈ ને ઝાડ ફરતે નચાવે જો જગજોણુ થાય. પરંતુ આ જ્ઞાતિવાદ આઉટડેટેડ થતો જ નથી. 1 GB ડેઇલી ફ્રી 4G ડેટાના યુગમાં પણ એ ડેટાનો ઉપયોગ જ્ઞાતિવાદ ફેલાવવા થાય છે. કમાલ છે, જગતની પ્રગતિશીલ પ્રજાઓ પોતાને શિક્ષિત અને સુખી દેખાડવા મથે છે અને અહીં હોડ લાગી છે પછાત દેખાવાની. ઓડી અને જેગવાર કારમાંથી ઠાઠભેર ઉતરીને લોકો કહી રહ્યાં છે કે, “અમે પછાત… અમે ગરીબ… અમે કચડાયેલા છીએ” જ્યાં જ્ઞાતિની કન્યાઓને એક દુલો બાદશાહ સરકારી સહાય વગર જિંદગી સુધરી જાય એવા બોન્ડની યોજના લાવી શકતા હોય, જ્યાં એક સમાજ માટે એક ભગત રોજનું લાખોનું દાન કરી શકતા હોય એમનાં આ જ્ઞાતિબંધુઓ છે એવું કોઈ વિચારી પણ ન શકે.

કોઈ સંસ્કારી અને ધનાઢય દાતા અને સમાજ સુધારકના ઘેર કપાતર પાકે, દુનિયાભરના કાળા કામા કરે અને એ સજ્જનને નીચજોણુ થાય એવું અત્યારે મોભીઓને થઈ રહ્યું છે. લોકો કહે છે: *”તમે તો યહૂદીઓ સાથે તમારી સરખામણી કરતા હતાં! નીકળ્યાં તાલિબાન!”* જ્ઞાતિજાતિના નામે વિગ્રહ સર્જતાં લોકોના હુક્કાપાણી બંધ થવા જોઈએ, અહીં તો તેમના દર્શનાર્થે ઘેટાંઓનાં ટોળાં એકઠા થાય છે. જાણે અલખના કોઈ ધામનો ગાદીપતિ પધાર્યો હોય. કાલે સવારે તેની દરગાહ પણ બનશે અને લોકો તેની માનતા પણ રાખશે. કામ થાય તો તેના જેવું મુંડન કરાવવાનું અને વિડીયોમાં દેખાતી ગુલાબી ચડ્ડી ચડાવવાની. મોટું કામ થયું હોય તો 14 યુવાનોની બલી આપવાની.

સાહેબ, કોંગ્રેસના બહાદુરશાહ ઝફર પોતાનું સિંહાસન બચાવવા મરણિયા બન્યાં છે. માતાજીનો કોઈ ભુવો પણ એટલાં તીર્થના દર્શને નહીં ગયો હોય જેટલાં આ શેહઝાદાએ એક મહિનામાં કવર કર્યાં છે. પ્રચારના આખરી દિવસ સુધી આ તીર્થ દર્શન ચાલુ રાખવું હોય તો કેટલાંક નવાં મંદિરો બાંધવા પડશે. શિરો ખાવા શ્રાવક થતાં તો લોકોને ભાળ્યા છે, તેનાં માટે સાધુ થતાં કોઈને પ્રથમ વખત નિહાળી રહ્યો છું. કોઈ કાનમાં એને કહે કે, *ગુરુ દત્તાત્રેયના ફોલોઅર્સના ઘણાં વોટ્સ છે*તો ગિરનાર પણ એકીશ્વાસે ચડી જશે. ક્રિકેટમાં કહે છે તેમ, રન બનવા જરૂરી છે, કેવી રીતે બન્યાં એ બાબત ગૌણ છે. આવું જ બાબાનોમિક્સ કહે છે, મત મળવા જોઈએ – કેવી રીતે મળે એ મહત્વનું નથી. ભલે ને સમાજની પાળ પીટાઈ જાય.

બહાદુરશાહ ઝફર કોઈ વખત અર્થતંત્રની વાત પણ કરી લે છે. ગુજરાતની તીર્થયાત્રાઓએ તેમનાં નિશ્ચેતન દિમાગને ચેતનવંતુ બનાવ્યું હોય એવું લાગે છે. આ દિવસો દરમિયાન તેમણે એવું મશીન શોધ્યું છે, જેમાં એક તરફથી બટેટા નાંખીએ તો બીજી તરફથી સોનું નીકળે છે. આ સંશોધન પછી એમને નોબલ પુરસ્કાર મળવાની સંભાવના વધુ પ્રબળ બની છે. આ આવિષ્કાર બાદ સોનાંનો ભાવ કિલોને બદલે તોલામાં બોલાવા લાગ્યો. લોકો અગાઉ બટેટાની વેફર બનાવતા, હવે ઘરેણાં કરાવે છે. આલુ-પાલકની સબ્જી હવે સોનું-પાલક બની ગઈ, બાળકોને સુવર્ણપ્રાશનની જગ્યાએ આલુપ્રાશન કરાવવા લાગ્યા છે લોકો. કુછ ભી…? બહાદુરશાહ ફરમાવે છે કે, દરેક ચીજવસ્તુ પર GSTનો એક જ સ્લેબ હોવો જોઈએ, તે પણ 18 ટકા. મતલબ: મમરા પર પણ એ જ કર લેવાનો જે મર્સીડીઝ પર હોય. પારલે-જી પર અને સેવન સ્ટાર હોટેલના ફાઈવ કોર્સ ડિનર પર એકસમાન ટેક્સ.

આ ગંડું રાજકુંવર આખા દેશને અંધેર નગરી બનાવવાના મિશન સાથે નીકળ્યો હોય એવું લાગે છે. સાહેબ, GSTના અમલીકરણમાં બેશક થોડી સમસ્યાઓ છે, ક્રમશઃ એનો ઈલાજ પણ આપ કરી રહ્યાં છો. સ્લેબમાં ફેરફાર પણ આવકાર્ય. પરંતુ પાયાની વાત એ છે કે, વેપારીઓ કોઈને જવાબદેહ બનવા માંગતા નથી. પૃથ્વીના અંત સુધી એમના ગોટાળા ચાલું રહે એ તે લોકોની અપેક્ષા. અગાઉ ટ્રકના ટ્રક ભરી ને માર્બલ રાજસ્થાનથી આવતો, બિલિંગ મામુલી હોય, અસલી કિંમત ક્યાંય ઊંચી હોય. ટેકસટાઇલનો ધંધો સાવ મચ્છી માર્કેટની જેમ ચાલતો. બે લાખનો માલ લો તો પણ બિલ ન મળે! હું એક દૈનિકમાં હતો ત્યાં એક કપડાં વેપારી GST વિરુદ્ધ પ્રેસ નોટ આપવા આવ્યા. મેં કહ્યું કે, “કાપડ પર તો સાવ મામુલી ટેક્સ નાંખ્યો છે, એ પણ ગ્રાહકના ખિસ્સામાંથી જશે. તમને શો વાંધો?” મને એ કહે, “હા… પણ હિસાબ રાખવા કમ્પ્યુટર એન્ટ્રી વગેરેની પળોજણ કોણ કરે?” આ છે વેપારીઓની વૃત્તિ. મારા ઘરને અડીને જ આવેલા કમર્શિયલ કોમ્પ્લેક્સમાં 24 દુકાનો છે અને એ બે ડઝન વેપારીઓમાંથી કોઈની પાસે બિલ બુક જ નથી! ખોરી વૃત્તિ ધરાવતાં લોકોનો કોલર ઝાલવામાં આવે ત્યારે અવશ્ય તેને આકરું લાગવાનું. આ બળાપો આપે જીરવી જવાનો છે, સમજુ અને ઇમાનદાર લોકો આ બધી વાત જાણે છે અને એટલે જ એ આપને ટેકો આપે છે.

ગામનાં દરેક બોલકા લોકોને મોઢે તો આપણાંથી ગળણા બાંધી ન શકાય. અહીં તો જેમની પાસે પાન કાર્ડ પણ ન હોય એવા લોકોને સુદ્ધાં GSTની ચિંતા થઈ ગઈ છે. બેન્ક એકાઉન્ટ જ ન હોય તેને આધાર રજિસ્ટ્રેશનનો વિરોધ કરવો છે. ઘરમાંથી સો રૂપિયા પણ ન નીકળે એવા લોકોને નોટબંધીથી ફટકો પડયો, બોલો! કહે છે, નોટબંધીએ ડૂબાડી દીધાં! તો તમે કયે દહાડે તરતાં હતાં? શું સરકારે તમને 1000ની જૂની નોટ સામે 800 જ પરત આપ્યાં? 500ની નોટના 499 જ ઉપજ્યાં? ઉદાહરણ તો આપો. કહે છે કે, રિયલ એસ્ટેટમાં મંદી આવી! તો એ તો સારું થયું? શું તેજી વાસ્તવિક હતી? પાંચ રૂપિયાનો માલ દસ રૂપિયામાં વેંચાતો હતો. ઘરના ઘરનું સામાન્ય માનવીનું સ્વપ્ન ક્યારેય સાકાર ન થાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ફુગ્ગામાં ટાંચણી ખોસવાનું જરૂરી હતું. અચ્છા હુઆ. આવી છેતરામણી તેજીથી મુઠ્ઠીભર ખેલાડીઓ સિવાય બધાને નુકસાન જ હોય. અરે! અહીં તો આપના વિદેશ પ્રવાસો અંગે ઠઠ્ઠો કરનારાં પણ છે! વિદેશ નીતિ અને કૂટનીતિ કે ગ્લોબલ પોલિટિક્સ એટલે શું એ પણ એમને ખ્યાલ નથી. આ એ પ્રજા છે જેને માટે ફોરેઇન ટૂર એટલે માત્ર બેંગકોક અને પટ્ટાયા. ત્યાંની બહેનો આ બધાંને નામથી ઓળખે છે.

હું તો આવી ચર્ચાઓમાં એક જ સલાહ આપતો હોઉં છું: પ્રયત્નો અને પ્રતિબદ્ધતા જુઓ. આપના પુરોગામી સિંહાસન પર મેડમની પાદુકા રાખીને રાજ કરતા રહ્યાં. ન રાજ કર્યું, ન કાજ. ન નીતિનું આચરણ. તમે તો વ્યાજના વારસ છો. એમણે નિષ્ક્રિયતા, ભ્રષ્ટાચાર, અંધાધૂંધીનો એક આખો સંપ્રદાય ઉભો કર્યો, માડીને આદ્યદેવી બનાવ્યા. ગાદીના અનુગામી તરીકે તમે આ પાયાના સિદ્ધાંતો સ્વીકાર્યા નહીં એનું આ પેટશૂળ. કોઈ કામ કેમ કરી શકે! વડા પ્રધાને કામ થોડું કરવાનું હોય! એમણે તો પટ્ટરાણી સાહેબા અને રાજ કુંવર તેમજ જમાઈ રાજાના હુકમનું જ પાલન કરવાનું હોય. સાહેબ, તમે એમનાં જેવા થાઓ તો હમણાં પ્યારા લાગવા માંડો.

ગુજરાતની સ્થિતિ ખરાબ છે. ભાજપ માટે ચૂંટણીની સ્થિતિ કેવી છે એ મને ખ્યાલ નથી. પણ સામાજિક સ્થિતિ ખરાબ છે. એક તરફ કડવા પાટીદારોના કેટલાંક યુવાનોએ એવાં કદમ ઉઠાવ્યા છે કે ઈત્તર સમાજ ઝનૂનપૂર્વક ભાજપ તરફી મતદાન કરવા નીકળે એવું મને દેખાય છે. ઇલેક્શન તો તમે જીતી પણ જાઓ. પરંતુ વર્ગ વિગ્રહની આ સ્થિતિ દૂર કરવા આપના વક્તવ્યોમાં અવશ્ય પ્રયાસ કરશો એવી વિનંતી છે. ચૂંટણીઓ આપે કરેલાં કાર્યો, ન કરેલાં કાર્યો અને શાસક પક્ષ તરીકેની સફળતા-નિષ્ફળતાના મુદ્દે લડાય એ જરૂરી જ નહીં, અનિવાર્ય પણ છે.

ભાગલાવાદી, માઓઈસ્ટ, નક્સલવાદીઓના ભુક્કા કાઢતાં આપનાં વક્તવ્યની પ્રતીક્ષા રહેશે.

લેખક -કિન્નર આચાર્ય, 9825304041

આપના પ્રતિભાવ કોમેન્ટ માં આવકાર્ય !! પત્ર સાથે સહમત હો તો શેર કરજો !!!

ટીપ્પણી