ચટાકેદાર ખાવાના શોખીન લોકો ને મજ્જા પડી જાય એવી “ઓપન અચારી સેન્ડવિચ”..શીખો..

ઓપન અચારી સેન્ડવિચ

સામગ્રી :-

* ૧/૨ કપ લાબી પાતળી કાપેલી કોબી , ત્રણ કલરના કેપ્સિકમ
* ૧/૪ કપ કાચી તોતા કેરી લાંબી પતલી કાપેલી
* ૧ ટે.સ્પૂન અથાણાનો મસાલો
* ૧ ટી.સ્પૂન લાલ મરચુ
* મીઠું સ્વાદ મુજબ
* ૧ ટે.સ્પૂન તેલ
* બ્રેડ
* બટર
* ૩ ટે.સ્પૂન મેયોનીઝ
* ચીઝ

રીત :-

* એક બાઉલમાં કોબી, કેપ્સિકમ ,કેરી , મસાલો ,મરચુ ,મીઠું , તેલ નાખી હાથ થી મિકસ કરી ૧૦ માટે રેસ્ટ આપવા મૂકો.
* હવે બ્રેડ ની કિનારી કાપી લો.પછી વચ્ચેથી કટ કરી લો. હવે બ્રેડની એકસાઈડ બટર લગાડી નોનસ્ટિક પેન મા ગોલડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લો.


* બધી બ્રેડ શેકાય પછી સ્ટફીંગમા મેયોનીઝ નાખી મિકસ કરો.
* હવે શેકેલા ભાગ પર સ્ટફીંગ મૂકી ઉપર ચીઝ છીણીને નાખી પેન મા બટર મૂકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુંધી ગરમ કરો.પેન ને ઢાકવુ હોયતો ઢંકાય .
* બધી સેન્ડવીચ આ રીતે તૈયાર કરીલો .


* સેન્ડવીચને સવૅ કરતી વખતે ઉપરથી અથાણાનો મસાલો સ્પિંકલ કરવો જોડે સોસ સવૅ કરવો.
* મીઠું મસાલા મા હોયછે એટલે થોડુજ નાખવુ.
* ખાટા અથાણાનો મસાલો લેવો.

રસોઈની રાણી – કાજલ શેઠ (મોડાસા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block