ડુંગળી ટમેટાની ચટણી આજે જ ટ્રાય કરજો, રોટલી, પરોઠા કે થેપલા સાથે ખાવામાં મજા આવશે.

ડુંગળી ટમેટાની ચટણી (onion tomato chutney)

સાઉથ ઇન્ડિયન ડીશનું નામ સાંભળીયે એટલે નાળિયેરની ચટણી (કોપરાની ચટણી) બધાને યાદ આવે પણ ઘણા લોકોને આ ચટણી વિશે ઓછી ખબર હશે…

સામગ્રી:

૧ ચમચી ચણાની દાળ,
૧ ચમચી અડદની દાળ,
૧ ચમચી આખા સૂકા ધાણા,
૧ ચમચી જીરું,
૩ સૂકા લાલ મરચા,
૨ -૩ ચમચી તેલ,
૧ વાટકી ડુંગળી,
૩ વાટકી ટમેટા,
મીઠું,
૨ ચમચી તેલ,
૧ ચમચી અડદની દાળ,
૧ ચમચી રાય,
લીમડાના પાન,

રીત:

સૌ પ્રથમ ડુંગળી અને ટમેટાના કટકા કરી લેવા.
એક પેનમાં બને દાળ, જીરું, ધાણા ધીમા તાપે શેપો લેવા, શેકવા આવે એટલે લાલ મરચા ઉમેરી ગેસ બન્ધ કરી દેવો.અને પેનમાં હલાવતા રહેવું, પેન ગરમ હોવાથી સરસ બધું શેકાય જશે.


ખડા મસાલા ઠણ્ડા થાય એટલે મિક્સર જારમાં લઇ પીસી પાઉડર બનાવી લેવો.


પછી એક પેનમાં તેલ લઇ ડુંગળી ઉમેરી સાંતળો, ટ્રાન્સપરન્ટ થાય એટલે ટામેટા ઉમેરવા, તે નરમ પડે ત્યાં સુધી હલાવો.
પછી તેમાં મીઠું અને બનાવેલ મસાલાનો પાઉડર ઉમેરી ગેસ બન્ધ કરી દેવો.


(નાળિયેરની પેસ્ટ મિક્ષ કરી શકાય)
મિશ્રણ ઠંડુ થાય એટલે પીસી લઇ પેસ્ટ બનાવી લેવી.


ત્યારબાદ એક પેનમાં તેલ લઇ રાઈ, અડદદાળ અને લીમડાના પાન નાખી વધારને મિક્ષ પેસ્ટ ઉપર રેડો.


તૈયાર છે સાઉથ ઇન્ડિયન ડુંગળી ટમેટાની ચટણી.

ડુંગળી ટમેટાની ચટણી બનાવવા માટે વિડીયો જુઓ :

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી