આ સ્ત્રીએ કેશિયર ને ભણાવ્યો બરોબર નો પાઠ !!

એક વૃદ્ધ સ્ત્રીએ પોતાનું એ.ટી.એમ કાર્ડ બેન્કની કેશિયર સમક્ષ ધરીને કહ્યું, ” મારે રૂ.૫૦૦ ઉપાડવા છે.” ફરજ બજાવતી કેશિયરે કહ્યું, ” રૂ.૫૦૦૦થી ઓછી રકમ માટે એ.ટી.એમ વાપરો.”

વૃદ્ધ સ્ત્રીએ પૂછયું, ” કેમ ? ” બેંકની કેશિયર હવે છંછેડાઈ. તે બોલી, ” કેમકે આ જ નિયમ છે. મહેરબાનીને કરીને જો હવે આપને બીજું કઈ કામ ન હોય તો અહીંથી જઇ શકો છો, તમારી પાછળ લોકોની એક લાંબી લાઈન છે. ” આટલું કહી તેણે કાર્ડ વૃદ્ધ સ્ત્રીને પરત કર્યું.

વૃદ્ધ સ્ત્રી થોડી પળો માટે ચૂપ રહીને પેલી કર્મચારીને કહેવા લાગી, ” મારે મારાં ખાતાંમાંથી બધા જ પૈસા ઉપાડી લેવા છે..શું તમે મને સહાય કરી શકો !”

જયારે કેશિયરે વૃદ્ધ સ્ત્રીના ખાતામાંની રકમ જોઈ તો તે અચંબો પામી ગઈ. થોડું ઝૂકી, માથું ધુણાવી તેણે કહ્યું,” માફ કરશો બા, પણ તમારા ખાતાંમાં તો સાડા ત્રણ કરોડ રૂપિયા છે ! અને હાલ બેંક તમને તમારા પૈસા આપી શકે તેટલું બેલેન્સ નથી. શું તમે કાલે ફરી એક વાર જાણ કરીને આવી શકશો ? ”

વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, ” હાલ હું કેટલી રકમ ઉપાડી શકું તેમ છું ? ”

કેશિયરે જણાવ્યું ,” તમે ત્રણ લાખ સુધીની કોઈપણ રકમ ઉપાડી શકો છો. ”

વૃદ્ધ સ્ત્રીએ કેશિયરને પોતે ત્રણ લાખ ઉપાડવા ઈચ્છે છે તેમ કહ્યું. કેશિયરે બને તેટલી જલ્દી રકમ ઉપાડી વૃદ્ધ સ્ત્રીને નમ્રતાપૂર્વક સોંપી. વૃદ્ધ સ્ત્રીએ એમાંથી ફક્ત રૂ.૫૦૦ પોતાની થેલીમાં મૂકીને બાકીના રૂ.૨,૯૯,૫૦૦ ફરી પોતાના ખાતામાં જમા કરવા કહ્યું. કેશિયર દિગ્મૂઢ બની ગઈ.

કહેવાનું તાત્પર્ય એ છે કે નીતિનિયમોમાં ભલે ફેરફાર થઇ શકતો નથી પણ આપણે પરિસ્થિતિ અનુસાર અને માનવતા સહજ થોડી બાંધછોડ ચોક્કસ કરી શકીએ.

કોઈ પણ માણસને તેના બાહ્ય દેખાવ કે પહેરવેશનાં આધારે મૂલવવો જોઈએ નહીં. ઉલટું દરેક સાથે સભ્યતાથી વર્તવું જોઈએ.

જેમ કોઈ પુસ્તક તેની ઉપરની છાપથી સમજી શકાતું નથી તેમ માણસને પણ તેની બાહ્ય રૂપરેખાથી કઈ પણ ધરી લેવો, એક ઉતાવળું અને ભૂલ ભરેલું પગલું બની શકે છે.

લેખન-સંકલન : રૂપલ વસાવડા

આપ સૌ ને સ્ટોરી નું મોરલ કેવું લાગ્યું ? કોમેન્ટ માં જણાવજો !

ટીપ્પણી