એક જ પ્રકારના ફુટવેરથી કંટાળ્યા છે, તો તેને ઈનોવેટિવ બનાવીને પહેરો…

યુવતીઓને ફૂટવેર પહેરવાનો બહુ જ શોખ હોય છે. અનેકવાર વધુ ફુટવેર હોવાને કારણે યુવતીઓ પાસે દરેક પ્રકારના જૂતા પહેરવાનો સમય નથી રહેતો અને તે પડ્યા પડ્યા જૂના થઈ જાય છે. ત્યારે મોટાભાગની યુવતીઓ તેને ફેંકી દે છે. ત્યારે તમારે હવે આ ફુટવેર ફેંકવાની જરૂર નથી. તમે ઓલ્ડ ફેશનના જૂતાને લેટેસ્ટ રીતે પહેરવા માટે પોતાની ક્રિએટિવિટીથી નવી ડિઝાઈનમાં બદલી શકો છો. આ ક્રિએટિવિટી બહુ જ સરળે છે.

ફ્લિપ ફ્લોપફ્લિપ ફ્લોપ પહેરવામાં બહુ જ આરામદાયક હોય છે. આજકાલ તો લોકો તેને ફરવા માટે પહેરવાનું પસંદ કરે છે. તમારા ફ્લિપ ફ્લોપ જૂના થઈ ગયા છે, તો તેને નવા લૂક માટે કોઈ પણ રંગનું પ્રિન્ટેડ રિબન લો અને તેના સ્ટેપ પર ચોંટાડી દો. હવે તમે તેને આસાનીથી પહેરી શકશો. તમે તેની જગ્યાએ બો, પોમ-પોમ, ફ્લાવર ઉપરાંત ઘણુ બધુ લગાવી શકો છો.

સ્નીકર્સની સાથે એક્સપરિમેન્ટસ્નીકર્સ જૂના થઈ ગયા છે, તો ગ્લિટર, સ્ટોન અને ગ્લુની મદદથી તેને નવા બનાવી શકાય છે. ગોલ્ડન કે કોઈ પણ કલરના ગ્લિટર લઈ લો, શૂઝ પર ગ્લૂ લગાવીને ગ્લિટર લગાવીને તેને ચોંટાડી દો. તેને સૂકાવા દો. જ્યારે તે સૂકાઈ જાય ત્યારે તેને પહેરીને તમારી સ્ટાઈલ બતાવી શકો છો.

બોરિંગ હાઈ હીલને શાઈની બનાવોતમે ઘર પર જ આસાનીથી બોરિંગ પમ્પ હીલને ફેન્સી બનાવી શકો છો. તમે ફુટવિયરના સાઈડને છોડીને માત્ર હીલ કે પછી ફુટવિયરના નીચલા હિસ્સા પર ગ્લિટર, સ્ટોન વગેરે લગાવી શકો છો.
જો તમે પણ તમારા ફૂટવેર સાથે આવું કશું કરો છો તો કોમેન્ટમાં અચૂક જણાવો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવા અનેક ઇનોવેટીવ વિચારો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી