જો તમારી પાસે બહુ જ બધા જૂના કપડા થઈ ગયા છે, તો તમે પણ કમાણી કરવાનો મોકો મેળવી શકો છો…

કેટલાક લોકો એવા હોય છે, જેમને નવા નવા કપડા પહેરવાનો અને ખરીદવાનો બહુ જ શોખ હોય છે, કેટલાક એવા હોય છે, જે કોઈ એક ડ્રેસ બે-ત્રણ વાર પહેરીને કંટાળી જાય છે, અને પછી પહેરવાનું છોડી દે છે. જો તમારી પાસે બહુ જ બધા જૂના કપડા થઈ ગયા છે, તો તમે પણ કમાણી કરવાનો મોકો મેળવી શકો છો. ઘણા લોકોને ખબર નથી હોતી કે, તેઓ પોતાના જૂના કપડા પહેલીને માલામાલ બની શકે છે. તો આજે જાણી લો કેવી રીતે.

જે લોકોનું માનવું છે કે, નોકરી કર્યા બાદ બિઝનેસ શરૂ કરવું આસાન નથી, કેમ કે નોકરીમાથી ફિકસ્ડ આવક મળી રહે છે. પરંતુ આ વાર્તા સાંભળીને તમે પણ તમારો વિચાર બદલી શકે છે. આજે અમે તમને એવી મહિલા વિશે જણાવીશું જેણે નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે અને આજે લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.

35 વર્ષની નતાલિએ ગોમેજ એક મર્કન્ડાઈઝર પ્લાનર હતી. કામના લાંબા લાંબા કલાકોથી હેરાન થઈને ગોમેજે નોકરી જ છોડી દીધી. થોડા દિવસો સુધી તે બીજી નોકરી માટે બહુ જ ભટકી હતી, ઈન્ટરવ્યૂ પણ આપ્યા. પરંતુ તેને કોઈ સારી નોકરી ન મળી. તેથી તેણે નોકરીનો આઈડિયા છોડી દીધો અને વાપરેલા કપડા વેચવાનો બિઝનેસ શરૂ કર્યો. આજે તે ઘરે બેસીને આ બિઝનેસ કરે છે, અને 65 લાખ રૂપિયા (1 લાખ ડોલર)ની કમાણી આસાનીથી કરી લે છે.

કેવી રીતે આઈડિયા આવ્યો


નોકરી શોધતા સમયે ગોમેજની નજર એક વેબસાઈટ પર ગઈ, જે વપરાયેલા કપડા વેચવાનો મોકો આપી રહી હતી. ગોમેજે તે કંપની વિશે વિચાર્યું અને જાણ્યું કે, તે કંપની 15 ડોલરથી વધુ કિંમતવાળી પ્રોડક્ટમાં 20 ટકા કમિશન કમાવી લે છે. આ આઈડિયા તેને ગમ્યો અને તેણે પણ આ બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું.

તેણે સૌથી પહેલા પોતાના ઉપયોગમાં લેવાયેલા કપડા વેચવાની શરૂઆત કરી. 24 કલાકની અંદર તેના ડ્રેસ 40 ડોલર (2581 ડોલર)મા વેચાયા. હવે તેની હિંમત વધી અને તેણે યુઝ્ડ કપડા વેચવાનો બિઝનેસ શરૂ કર્યો.

કપડાના વેચાણથી ઉત્સાહિત થયેલી ગોમેજે પોતાના બિઝનેસને વધારવા માટે માર્કેટમાંથી કેટલાક કપડા ખરીદ્યા અને પોતાના ઘરથી જ વેચવાની શરૂઆત કરી. એક મહિનામાં તેનું વેચાણ વધીને લાખો રૂપિયા પર પહોંચવા લાગ્યું. બિઝનેસ વધવાની સાથે જ તેણે ઈન્વેસ્ટમેન્ટ પણ વધાર્યું. આઠ મહિના બાદ ગોમેજે પોતાનું ઓનલાઈન સ્ટોર શરૂ કર્યું. જેને કારણે તેનુ વેચાણ અને કમાણી વધી ગઈ.

તમે ભારતમાં જ અનેક શહેરોમાં જૂના કપડા વેચવાની દુકાનો જોશો. જ્યાં જૂના કપડાના ઢગલા મૂકાયેલા હોય છે. પરંતુ તમે જો આ જ વેપાર સિસ્ટેમેટિક વેથી કરશો, જેમાં બ્રાન્ડેડ કપડા અને સારી ક્વોલિટીના કપડાને સામેલ કરશો તો તમારી પાસે કસ્ટમર્સ આવવા લાગશે અને તમારું વેચાણ પણ વધશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અવનવી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર તો રાહ કોની જુઓ છો અત્યારે જ લાઇક કરો.

ટીપ્પણી