આખરે પતિ અને પત્નીએ જ એકબીજા ને સમજવાના હોય છે…. ખુબ સુંદર વાર્તા….

“જીવન સંગીની”

રવિવારની સાંજ હતી.વાતાવરણ પણ ખુશનુમા હતું. વરસાદ પણ વ્હાલ કરતો ધીમે ધીમે વરસી રહ્યો હતો. 60 વર્ષની શિખા બગીચામાં હિંચકે ઝુલી રહી હતી. મસ્તમજાની એની આછી સફેદ થયેલી વાળની લટો પવન સાથે જોલા ખાઈ રહી છે. એનાં હાથમાં રહેલા સ્માર્ટ મોબાઈલ ઓપન હતો.એ ફેસબુકમાં પોતે અપલોડ કરેલી પોસ્ટ પર કેટલી કોમેન્ટ્સ્ અને કેટલી લાઈક્સ આવી છે તે જોઈને આનંદનો અનુભવ કરી રહી છે.

સ્મિત (શીખાનો પતિ) હરપળ મજાક કરે જ , “ આટલી ઊંમરે પણ પણ તું મસ્ત પદમણી લાગે છે. મને તો અપ્સરા જેવી પત્ની મળી છે હો.!

હજી થોડા દિવસ પહેલાં જ રિપ્સેપ્શન પાર્ટીમાં બધાની વચ્ચે બોલ્યા હતાં , “ આટલી વાતોડી , મળતાવડી, ઐશ્વર્યાની પ્રશસ્તીને પણ ઝાંખી પાડે એવી છે મારી પત્ની, હું તો એની જોડે રહેવાની એક્પણ તક ગુમાવતો નથી ને એને ક્યારેય દુખી જોઈ પણ શકતો નથી.”. ત્યાંહાજર રહેલાં બધા જ લોકો હસવા લાગેલા. અને હું શરમની લાલ ચોળ થઈ ગયેલી.

દીકરી પ્રીન્સિ પોતાનાં ખંડમાં તૈયાર થઈ રહી છે .અને વહુ શ્વેતા ઉપર આવેલા રૂમમાં સાજ શણગાર કરી રહી હોય એવું લાગી રહ્યું છે. ક્યાં જઈ રહ્યાંછે આ લોકો? એકેયની મને કશી જ ખબર નથી !.

પ્રિન્સી એકવીસ વર્ષની છે. વાચાળ, નિખાલસ અને વધારે પડતી મીંઠડી તો ખરી જ ! દિવસભરની બનેલી બધી જ ઘટના એને કહેવા તો જોઈએ જ ! અને પાછી વચ્ચે ક્યાં ગાયબ થઈ જાય એનો પણ ખ્યાલ ન રહે.
ત્યાં જ પ્રિન્સિનો અવાજ આવ્યો …માં …., “ હુ બહાર જઈ રહી છું .મારા ફ્રેન્ડ સાથે આવતા મોડું થશે હો “

‘આટલું બોલતાં જ પવનની જેમ ક્યાં ગાયબ થઈ ગઈ એનો મને ખ્યાલ પણ ન રહ્યો. એકી શ્વાસે કેટલું બધું બોલી જાય છે આ છોકરી મારી …’
“શ્વેતાનાં રૂમમાથી પણ હવે મ્યુઝીકનો અવાજ આવતો બંધ થયો ..લાગે છે .એનો પણ સાજ શણગાર પતવા આવ્યો. એટ્લે એ પણ હવે જશે”.
ત્યાં જ ફોનની રિંગ વાગે છે. શીખા હવે ગાર્ડનમાંથી અંદર આવે છે. કોલ રિસીવ કરે છે.
.” હેલ્લો…….હેલ્લો….. હેલ્લો….”

“પણ ….. અફસોસ, સામેથી નો રિસપોન્સ . વિચારમાં પડી જાય છે. બહુ દિવસથી આવા કોલ આવે છે. હું ઉપાડું છું . બોલું પણ છું. પણ સામેથી કોઈ જ જવાબ જ નથી મળતો ! “,
“ગમે એમ તોયે આ તો મન રહ્યું “હું” પણ કેવા અલગ પ્રકારનાં વિચારોમાં જઈ રહી છું!”
ત્યાં પાછો લેન્ડ લાઈનનાં ફોન પર કોલ આવ્યો. પણ આ વખતે પણ એવું જ બન્યું!

હવે મનમાં સો વિચારોનું વમળ રચાયું ! , “ આ ફોન કોના માટે આવે છે ? વહુ માટે ? પ્રિન્સિ માટે? સ્મિત માટે? કે પછી ????
“આ સ્મિત પણ પાર્ટીમાં મજા કરતા હશે ! , હાસ્ય,જોક, અને ગપ્પાબાજીની મહેફિલ ! ,અને મારી વહુ ,આ પ્રિન્સી કોની સાથે બહાર ગયા છે ??” આ કોલ ? મારો મોટો દીકરો ક્યાં હશે અત્યારે ??“.

“હું” પણ કેવાં કેવાં વિચારો કરું છું. મારી મિઠડી દીકરી ક્યાંક કોઈની વાતમાં ફ્સાઈ તો નહી જાયને ? બધાની ગેરહાજરીમાં હું પણ કેવું બધા વિશે “ચિત્ર-વિચિત્ર” વિચારું છું? આ જીવ જ નકામો છે.
પાછી કોઈ વિચારનાં વમળમાં ખોવાઈ જાય છે. ભુતકાળ યાદ આવતા જ એ “નિરાશ” થઈ જાય છે!, ‘વિવેક’ મારા જીવનમાં આવેલ સૌથી પહેલો પુરૂષ , હું અને વિવેક એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતાં. મહિનામાં એકવાર જ મળતા. પણ , લેટર રોજ લખતા. હજી મે સાચવી રાખ્યાં છે. એ લેટરો ….આ ફોન ???

“જ્યારે સ્મિતને આના વિશે ખબર પડશે ત્યારે ! એ શું વિચારશે મારા વિશે ??? એ મને બધો કેટલો પ્રેમ કરે છે. એનાં પહેલા પણ મારા જીવનમાં કોઈ હતું. પ્રિ ન્સી અને વહુ તો મને એમની આદર્શ માને છે . એ શું વિચારશે? “

પ્રિન્સિ તો કહેશે જ ! , “મમ્મી તું તો બહુ શિખામણો આપતી હતી. જ્યારે હુ ક્યારેક ચેટ વધારે વાર કરું તો તરત જ પૂછ્તી કે ક્યોતારો આ ફ્રેન્ડ છે ?આ સખી છે કે સખો છે તારો ?”
ત્યાં પાછો ફોન આવે છે. ઘંટડી પર ઘંટડી વાગે છે. હવે તો મનમાં ડર લાગી રહ્યો છે, આ ફોન મારો તો……!!

“મારું જીવન ક્યાંક સિનેમાહોલનાં નાટક જેવું ન બને !”
(હાથ ધ્રુજી રહ્યાં છે. ભિતર છુપાયેલા ડર સાથે ફોન ઉપાડે છે.)
“હેલ્લો…….”
“હાય પ્રીટી શું કરે છે?”
(હાશશ્શ્શ…..સ્મિતનો જ અવાજ છે. થોડી રાહત સાથે સોફા પર બેઠી)
“બધા બહાર ગયા છે ને હું એકલી છું”.

“આવું?”, સ્મિત સહજ રીતે બોલ્યો.
(રાત્રી થઈ ચુકી છે. વાતાવરણ પણ નિરવ છે.સાંજનાં વિચારોનું સરવૈયુ હજી મનમાં જ છે.)

“હા…આવોને પ્લીઝ જલ્દી આવો”, દબાયેલા અવાજે બોલી.
બધાનાં ખુશખુશાલ ચહેરાઓની સાથે સાથે આજે એક અલિપ્ત ચહેરો પણ શીખાનાં માનસ સપાટ પરથી ખસતો નહતો.
(ત્યાં જ ડોરબેલ રણકી).
થયું કે રામજીકાકા હશે.

દરવાજો ખુલતાની સાથે જ જેમ હવાની ઠંડી લહેર ઘરમાં પ્રવેશે એમ સ્મિત પણ ચાલુ ફોને જ ઘરમાં પ્રવેશે છે. જેવી સ્મિત પર નજર પડી કે તરત જ પોતાનાં ભુતકાળ પર પડદો પાડીને ભિતર ખળ ભળ મચાવીને અવર-જવર કરતાં મનને રોકી લીધું.વિવેક મારો ભુતકાળ હતો પણ સ્મિત તો મારું ભુતકાળ, વર્તમાન ને ભવિષ્યકાળ આ બધું જ .

“શીખા! જો તો મારી સાથે કોણ આવ્યું છે” , સ્મિત બોલ્યો
“શીખા તો સ્તબ્ધ જ થઈ ગઈ . સ્મિત સાથે વિવેક પણ ! આ અશક્ય છે!”
“આવોને” , ધીમાં સ્વરે મૂઝાતા મને આવકાર આપ્યો.

સ્મિત , “ શીખા આ તારો પહેલો પ્રેમ. જ્યારે તને પ્રેમ એટલે શું ? એ પણ નહી ખબર હોય . હું બધું જ જાણું છું. તારા સાચવેલાં એ ‘પ્રેમપત્રો’ મે તારા કરતા વધારે વાર વાચ્યાં છે. વિવેકનાં બધા જ ફોટાઓ મે એક્વાર નહીં અનેકવાર જોયા છે.”

“શીખા ,એકદમ સ્તબ્ધ થઈને બધું જ સાંભળ્યા કરે છે.”
“આજે પાર્ટીમાં જોયા પછી મને ફોટાઓ યાદ આવ્યાં. અને વિવેક સાથે થોડી ઓપચારિક વાતો કરીને કોઈ બહાનું કાઢીને તને મળવા સીધો જ ઘરે જ લઈ આવ્યો .”

“શીખા હું તારો પતિ છું. તું મારી પત્ની ને પ્રેમિકા છે. તારી અભિવ્યક્તિ એ જ મારું સ્વાભિમાન છે. સતત બત્રીસ વર્ષથી હું તારી સાથે રહું છું. તને ઓળખું છું. તે મને જીવનનાં તમામ સુખ આપ્યાં છે. તારા વગર હું આ જીવનની કલ્પના પણ ન કરી શકું! તે તારો પ્રેમ, તારું જીવન મને સમર્પિત કર્યુ. તો હું કેમ નહીં??” ,વિવેક એકી શ્વાસે બોલી ગયો.
“આટલો બધો પ્રેમ ? આટલી બધી હૂંફ? સ્મિત હું ભલે શીખાનો પ્રેમી હતો. પણ એ ભુતકાળમાં ! , અને આજે આ વર્તમાન આગળ ભુતકાળને કોઈ જ સ્થાન નથી’ , આટલું બોલતાં જ વિવેકની આંખ ભરાઈ ગઈ.
(આ બાજુ શીખાની આંખોમાંથી નદીઓનાં પૂર વહી રહ્યા છે.)

શીખા સ્મિત પાસે આવીને , “ સ્મિત ! તમે મને ઓળખી ગયા , પણ હું તમને ન જાણી શકી ! આજે મને મારો પ્રેમી મળ્યાની ખુશી નથી !પણ, મારા પતિને જાણી શકી એનો મને આનંદછે. આટલા વર્ષો આપણે સાથે રહ્યાં મારે બધું જતમનેકહેવુ હતું. પણ ….તમને હું ગુમાવી ન બેસુ એ ડર રહ્યા કરતો ”.

“ વિવેક એ મારા આકર્ષણનો જ પ્રેમી છે. પણ મારા સાચા પ્રેમી તો તમે જ છો., મારો સાચો પ્રેમી તો તું જ છે સ્મિત. લવ યુ સ્મિત …..લવ યુ ,હું જ તારી પ્રેમિકા, હું જ તારી સખી ને હું જ તારી “જીવનસંગીની”.
(આટલું બોલતાં જ શીખા સ્મિતને ગળે વળગીને એકદમ રડવા લાગે છે.)

લેખક : તૃપ્તિ ત્રિવેદી

ખુબ સુંદર વાર્તા. શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી