સ્પિનચ ઢોકલા – ઓઈલ ફ્રી અને સુપર હેલ્ધી !! આજે જ શીખી લો આ રીત…..

ફ્રેન્ડસ ! જે લોકો ઓઈલ ફ્રી ખાવાનું પસંદ કરે છે તેને ખુબ ગમશે !

સ્પિનચ ઢોકલા (ઓઈલ ફ્રી )

સામગ્રી :

1કપ ઢોક્લા નુ ખીરું (6કલાક આથો આવેલુ )
1કપ પાલક પ્યોરી (બોઇલ palak)
1સ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ
1/2લાલ મરચું
1/4સ્પૂન હલદર
મીઠુ જરૂર મુજબ
તલ ગાર્નીશ માટે
ઈનો અથવા સોડા

રીત :

ઢોક્લા નુ ખીરું લઈ તેમા મીઠું ,હલદર ,મરચું ,આદુ મરચા લસણની પેસ્ટ અને બોઇલ કરેલી પાલક ની પ્યોરી ઉમેરી મિક્ષ કરવુ.

ઢોક્લા બનાવવાની ડિશ ને તેલ થી ગ્રીસ કરી લેવી.ખીરું મા ઈનો અથવા સોડા ઉમેરી ને ડિશ મા ખીરું રેડવું.

ઉપરથી સફેદ તલ થી ગાર્નિશ કરવુ.

15મિનિટ પછી ઢોક્લા ચેક કરી લેવા.ઢોક્લા ઠંડા પડે પછી કટ કરી ચટણી કે તેલ સાથે સર્વ કરવા.

નોંધ :ઢોક્લા પર ઉપરથી વઘાર કરી શકાય અને બનાવતા પેહલા ખીરા મા તેલ ઉમેરી શકાય.પણ ઓઈલ ફ્રી બનાવસો તો પણ ટેસ્ટીં જ લાગશે

રસોઈની રાણી : નિધિ શુક્લ (વલસાડ )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી