ઓક્ટોબર મુવી જોવાનો પ્લાન બનાવ્યો કે નહિ? વાંચો મુવીનો લેટેસ્ટ રીવ્યુ…

ઓક્ટોબર-મૂવી માસ ઓડિયન્સ માટે નથી પરંતુ ‘કલાસ ઓડિયન્સ’ માટે છે.

“જ્યારે ગમતી વ્યક્તિ તકલીફમાં હોય કે દૂર ચાલી ગઈ હોય તો શરીરને જાણે ‘પાનખર’ ઘેરી વળે અને એ જ વ્યક્તિ જ્યારે પાસે આવે તો હૈયે ‘વસંતના વધામણાં’ , પારિજાતના ફૂલ માફક ખીલી ઉઠે.”
* * * *
‘વિકી ડોનર’,’મદ્રાસ કાફે’,’પીકુ’-જેવા મૂવી જેમણે ડાયરેકટ કર્યા છે એવા શુજિત શિરકાર ‘ઓક્ટોબર’ના ડાઈરેક્ટર છે.
મેચ્યોર,અફલાતૂન સ્ટોરીટેલિંગ સમજવું હોય તો આ મૂવીબેસ્ટ છે, જ્યાં કોઈપણ પાત્ર એક્ટિંગ કરવાનો પ્રયત્ન કરતું હોય એવું ના લાગે, બસ સહજતાથી લાઉડ થયા વગર ડાયલોગ બોલતાં જાય.

ટિપિકલ લવ સ્ટોરી કે જેમાં દર સાડા સત્તર મિનિટે એક ગીત આવે,રાસડા લેવાય,એક્શન,રોમાન્સ,મસાલો હોય-એવી આશા લઈને આ મૂવી જોવા જશો તો કૂવો ભરીને નિરાશ થશો.આ મૂવી થોડું સ્લો છે, પણ જકડી રાખે એવું છે.બેકગ્રાઉન્ડમાં આવતા છુટાછવાયા મ્યુઝિક સિવાય કોઈ ગીત નથી.

ઓક્ટોબર-એ પ્લેટોનિક લવનું સિમ્બોલિક એક્સપ્રેશન છે જેમાં બે પાત્રો વચ્ચે ક્યાંય રોમાન્સ નથી, છે તો બસ એક સંવેદનાનું વિશ્વ.અહીં કેમેરામાં પ્રેમ હૂંફ,લાગણી, સંભાળ-કેરિંગ-કડલિંગના રૂપમાં કંડારાયો છે.

અખૂટ ધીરજ હોય,દિલ સંવેદનો અને લાગણીઓમાં ડૂબેલું હોય તો જ ઓક્ટોબર જોવા જવું બાકી ના પસંદ પડે કે પોએટિકમૂવી સમજાય નહિ તો એનો નેગેટિવ પ્રચાર ના કરવો,બીજા જોવા જતા હશે એમનેય અટકાવશો, બધાનો ટેસ્ટ, ઇમોશન સરખા નથી હોતા.
* * *
ડેન (વરુણ) અને શિઉલી દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટેલમાં ટ્રેઇની તરીકે કામ કરતા હોય છે, બંને હોટેલ મેનેજમેન્ટના સ્ટુડન્ટ.
શિઉલી દરેક કામમાં હોશિયાર અને એકદમ પર્ફેક્ટ જ્યારે ડેન એક નંબરનો બેદરકાર.

(બંને વચ્ચે કોઈ ખાસ વાત પણ થતી નથી, વરુણનું આ બેસ્ટ પરફોર્મન્સ..એક્ટિંગ મેં બંદા લંબી રેસકા ઘોડા સાબિત હોતા હૈ!)

અચાનક જ આંખના પલકારામાં એક ટ્રેજેડી થાય છે જેના પાયામાં આ મૂવી છે.
લાઈફની મજા ગણો કે સજા, એ છે એની અનપ્રેડેકટિબિલિટી.. બધું જ વ્યવસ્થિત ચાલતું હોય અને અચાનક જ કોઈ ઘટના હચમચાવી જાય અને ગમતી વ્યક્તિ જીવન-મરણ વચ્ચે જોલા ખાવા લાગે તો ..?

મૂવીમાં એવી ઘણી સાયલન્ટ મોમેન્ટસ છે, જે જોનારે કળવી પડે બાકી સ્ટોરી ક્યાં આગળ વધે છે એ ખબર નહિ પડે જેમ કે ગમતું વ્યક્તિ જીવવા ઝુરતું હોય અને ક્યાંક ફૂલો ખીલે, કોઈના વાળ વધે, ધાબળા ઓઢાય, ઝાકળ પડે અને ઋતુઓ બદલાય-આ બધું ટાઈમ ડ્યુરેશન બતાવે કે પાંચ-સાત મહિના આમ જ જતા રહ્યા.!(અગાઉ કહ્યું ને કે આ મૂવી મસાલા-છાપ નથી, ‘કલાસ’કેટેગરી માટે છે,માણવું હોય તો ધીરજ અને લાગણી જોશે જ!)

આ ટાઈપનું સ્ટોરીટેલિંગ મૂંઝવણ આપતું હોય તો માની લેવું કે આપણે હજુ ઓક્ટોબર લેવલના મૂવીનો ટેસ્ટ કરવામાં કાચા છીએ.

અહીં ‘પ્રેમ’ છે જ પણ એથી ય ઉપર છે લાગણીઓનું કનેક્શન! જે વરુણએ ઉમદા રીતે પોતાનામાં ઉતાર્યું છે.
વેન્ટિલેટર તો કૃત્રિમ છે, અસલી લાઈફ સપોર્ટ સિસ્ટમ તો આ હ્યુમન બોન્ડ કે માનવીય સંવેદનશીલતા છે,જે કોઈ સ્વાર્થ વગર ગમતી વ્યક્તિ માટે બધું જ કરી છૂટવાની તમન્ના દર્શાવે.
* * * *

આપણે મનોરંજન માટે ઘણા મસાલા મૂવી જોઈએ જ છીએ,પણ એક મેચ્યોર ઓડિયન્સ તરીકે આવા મૂવીવધાવા પણ થિયેટર સુધી જવું જોઈએ જેથી મૂવીમેકર્સ આ પ્રકારના મૂવી પબ્લિકને બતાવવાની હિંમત રાખી શકે અને આપણને ઓસ્કાર માફકના પોએટિક કે ક્લાસિક મૂવી જોવાની એક આદત પણ પડતી જાય,મસાલા મૂવીની સાથે સાથે ઓક્ટોબર જેવા મૂવીનો પણ એક નશો હોય છે જે લાગણીઓ વધે એમ ચડતો જાય.

પાવરપ્લે લવની અલ્ટીમેટ સિમ્બોલિક સિઝન એવી શિયાળામાં થતાપારિજાતના ફૂલ બહુ ટૂંકું આયુષ્ય લઈને આવે, છતાં એની સુગંધ ફેલાવતા જાય,ઠંડુગાર વાતાવરણમાં જેમ પ્રેમ ધીમે ખીલે બસ એમ જ આ ફૂલ પણ ‘ઓક્ટોબરમાં’ આવીને,મોમેન્ટસ અને મેમરીનો ઊંડો નશો છોડી જતા હોય છે.

લેખન : ચિંતન ઉપાધ્યાય

દરરોજ આવી અનેક અવનવી બોલીવુડની વાતો વાંચો ફક્ત અમારા પેજ પર..

ટીપ્પણી