“ઓટ્સ ઉપમા” – હવે નાસ્તામાં બનાવો આ ટેસ્ટી અને હેલ્ધી ઉપમા, શેર કરો આ વાનગી બીજા મિત્રો સાથે..

આજના જમાનામાં બેઠાળા જીવનને લીધે શરીર વધતું જાય પછી ડાઈટીંગ કરે તો ત્યારે વધુ પડતા લોકો સવારના નાસ્તાને નકારતા હોય છે… પણ સવારનો નાસ્તો બહુ જરૂરી છે…. તો ચાલો નાસ્તો પણ કરીએ અને ડાઈટીંગ પણ..

“ઓટ્સ ઉપમા”

સામગ્રી:

૨ કપ ઓટ્સ,
૧ ગાજર,
૧ બટેકુ,
૨ ડુંગળી,
૧/૨ કપ લીલા વટાણા,
૪ લીલા મરચા,
નાનો ટુકડો આદું,
૧ tsp રાઈ,
૧ લાલ સુકું મરચું,
ચપટી હિંગ,
લીમડાના પાન,
૧ tbsp તેલ,

રીત:

સૌ પ્રથમ ગાજર, બટેકુ, ડુંગળી સુધારી લેવા. તેલ મૂકી રાઈ તતડે એટલે તેમાં લાલ મરચું, હિંગ, લીમડાના પાન નાખી વઘાર કરવો.

તેમાં બટેકુ, ગાજર, વટાણા નાખી ચડવા દેવું, પછી તેમાં ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવું. તેમાં આદું, લીલા મરચા, નાખી મિક્ષ કરવું. ઓટ્સને નાખી હલાવું સેજ ઓટ્સ પલળે એટલું પાણી નાખવું.ધ્યાન રહે કે વધારે પાણી ન પડી જાય નહીતર લોંદો થય જશે. બરાબર ચડી જાય એટલે કોથમીર ભભરાવી સર્વ કરવું.

તો તૈયાર છે લો કેલરી ઓટ્સ ઉપમા.

નોંધ:

આપણે જેમ બટેકા પૌવા બનાવીએ છીએ તેવી રીતે મસાલા કરી, મગફળીના દાણા નાખીને પણ બનાવી શકાય.

રસોઈની રાણી: હિરલ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી