વસાણાંની મેઈન સામગ્રી એટલે ડ્રાય ફ્રુટ, લ્યો ખાવ આ “અંજીર બોલ્સ” જે રાખશે તમને એકદમ હેલ્થમાં ફીટ

અંજીર બોલ્સ

અંજીર શિયાળામાં ખાવામાં આવતું સ્વાદિષ્ટ ડ્રાયફ્રુટ છે. આમ તો અંજીર બારે માસ ખાઈ શકાય છે પરંતુ કેહવાઈ છે કે શિયાળામાં ખાધેલું આખું વર્ષ ચાલે છે. અંજીરમાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે. તેથી તે હાડકા મજબુત કરે છે અને હિમોગ્લોબિન વધારવામાં પણ ઉપયોગી છે…

અંજીર બોલ્સ

સામગ્રી:

૧વાડકો અંજીર,
૧વાડકો ખજૂર,
૧ચમચી કાજુ,
૧ચમચી બદામ,
૧ચમચી પિસ્તા,
૧ચમચી અખરોટ,
૧વાડકો નાળિયેર નું ખમણ.
૧ચમચો ઘી.

રીત:
સૌપ્રથમ એક પ્લેટ માં અંજીર, અને કાજુ,બદામ,પિસ્તા લો
હવે તેના નાના નાના પીસ કરી લો
હવે એક પેનમાં ઘી ગરમ કરી લો.
હવે તેમાં અંજીર નાખી બરાબર અંજીર ને સેકી લો
હવે તેમાં ખજૂર ઉમેરી શેકી લો
હવે બંનેને પ્રોપર મિક્સ કરી લો
હવે તમે ડ્રાય ફ્રુઇટ્સ ઉમેરી પ્રોપર મિક્સ કરી લો
હવે તેના ગોળ ગોળ બોલ્સ વળી લો
તે બોલ્સ ને કોપરના ખમણ માં પ્રોપર ચોંટી જાય એવી રીતે રગદોળી લો
તો તૈયાર છે શિયાળામાં ખવાતી સ્વીટ્સ અંજીર બોલ્સ
નોંધ:
બોલ્સ ગરમ હોય ત્યારે જ વાળી લેવા જેથી પ્રોપર શેપ આવી જાય…

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી