આ દિવાળી મેહમાનોનું સ્વાગત કરો કાજુ બાદમ અને પીસ્તાથી….

- Advertisement -

જાર સ્પાઇસ નટ્સ (Jaar Spice Nuts)

સામગ્રી :

અડધો કપ બદામ
અડધો કપ શિંગદાણા
અડધો કપ કાજુ
અડધો કપ પમ્પકિન સીડ્સ
એક ટીસ્પૂન જીરું પાઉડર
બે ટીસ્પૂન સ્મોક્ડ પેપ્રિકા
અડધી ટીસ્પૂન મરી પાઉડર
અડધી ટીસ્પૂન મીઠું
૧ ટેબલસ્પૂન હની (મધ) અથવા મેપલ સિરપ
૧ ટેબલસ્પૂૂન બ્રાઉન શુગર
બે ટેબલસ્પૂન સનફલાવર તેલ
અન્ય સામગ્રી
કાચની બરણી (જાર)

રીત :

એક બોલમાં બધા નટ્સને ભેગા કરવા. એક પૅનમાં બધા નટ્સને ૭-૮ મિનિટ માટે કડક શેકી લેવા. મસાલા પાઉડર, સૂકી સામગ્રી એક બોલમાં ભેગી કરી રાખવી. એને નટ્સ ઉપર નાખી મિક્સ કરી લેવું. તેના પર તેલ, મધ રેડી કરી સરખું મિક્સ કરી લેવું. એક અવન ડિશમાં આ મિક્સ્ચરને પાથરી એને ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર ૫-૭ મિનિટ માટે બેક કરવું. ઠંડું કરી એને જારમાં ભરી દેવું.

નોંધ : (૧) અવન ન હોય તો આ નટ્સને કેક ટિનમાં રાખી કુકરમાં (પ્રીહીટ) રાખી પાંચ મિનિટ માટે સ્લો ગૅસ પર કુક કરવું. (૨) અખરોટ, હેઝલ નટ્સ આ રેસિપીમાં લઈ શકાય છે.

રસોઈની રાણી :- કેતકી સૈયા

ખુબ જ સરસ હું તો આજે જ ટ્રાય કરીશ દિવાળી સુધી રાહ નહિ જોવાય… તમે પણ ટ્રાય કરો.

ટીપ્પણી