પ્રપોઝ ડે.. – એક પ્રપોઝ અને વર્ષોની લાગણીઓ…

પ્રપોઝ ડે…

હું 18 વર્ષ પુરા કરી 19 માં વર્ષ માં પ્રવેશ કરું ત્યાંતો મારા પપ્પા મને અમારા સાગા વાહલા ને ત્યાં લઇ જવાનું શરૂ કર્યું અને મારી સરકારી નોકરી જે 18 પુરા થતાજ મળી ગઇ એટલે મારા પપ્પા એવું વિચારે કે હવે દિકરી ને કોઈ સારો વર મળે તો સારું અને એક દિવસ અમે હું મારો ભાઈ અને પપ્પા અમે મારા મામા ની દીકરી ના શ્રીમંત પ્રસંગ માં ગયા અને
ત્યાં મારા મામાં ની બીજી દીકરી જે કુંવારી હતી તેને મને એક ખુબજ સુંદર દેખાવળો છોકરો બતાવ્યો અને મને કહ્યું આ છોકરા નું લગ્ન કરવાનું છે અને મને ગમે છે!! મેં કહ્યું કરી દે ખુબ સરસ છે પણ એ બોલી ના કરાય મારી મમ્મી ના પડે છે અને કહે છે આ મોટી બેનના સગામાં છે એટલે નથી કરવાનું મેં કહ્યું તો હવે તું કોઈ રસ્તો કર ગમે છે

તો સીધું પૂછીલે અને એ વાત ત્યાંજ પુરી કરી હું પ્રસંગ પતાવી પાછી મારા ઘરે આવી અને બીજાં દિવસે ઓફિસ ગઇ જેવી ઓફીસ પોંચી એના અડધો કલાક માંજ મારુ નામ લઇ કોઈ મને મળવા આવ્યું મારી ફ્રેન્ડ કહે છે કોઈ સરસ છોકરો છે હું બહાર ગઇ તો મેં જોયું કે આતો એજ છોકરો છે જે મને મારા મામા ની દીકરી એ બતાવ્યો હતો!! હું એક દમ વિચાર માં પડી કે મને કેમ મળવા આવ્યા ? અને હું કઈ બોલું તે પહેલાજ એમણે મને કહી દીધું “મારે તારી સાથે લગ્ન કરવાનું છે”!!મેં કહ્યું મારે નથી કરવાનું તમારી સાથે તમે તો મારા મામા ની દીકરી ને ગમો છો!!એની સાથે કરો એમણે કહ્યું તું મને ગમે છે!!મેં કહ્યું હું તમારી સાથે લગ્ન ના કરું મારા મમ્મી પપ્પા ને પૂછવું પડે એમણે કહ્યું તારા પપ્પા સાથે મારા પપ્પા એ વાત કરી છે અને મેં તારા ભાઈ પાસે થી તારું ઓફિસ નું સરનામું લઈ અહી આવ્યો છું મેં કહ્યું હું તમને એમ હા ના પડું મારે મારા પપ્પા સાથે વાત કરવી પડે પછી અને એ વાત પછી તો એમનો રોજનો ક્રમ બની ગયો મારી ઓફિસ આવવાનો પણ હું એમને મળવાનો ઇન્કાર કરતી પણ એ એક મહિના સુધી મારી ઓફિસ આવ્યા મારી બધી ફ્રેન્ડ એમની જોડે વાત કરતી એ પૂછે હું ક્યાં છુ તો એવું કહેતી આઈસ્ક્રીમ ખવડાવો તો કહીયે કે એ ક્યાં છે

અને એ બધાને આઈસ્ક્રીમ ખવડાવતા અને હું જ્યાં ફિલ્ડમાં હોવ ત્યાં મારી પાછળ આવતા મને બધા કેહતા તારો ફિયાન્સ ખુબ સરસ છે તું હા પાડી દે એવો છોકરો તને બીજો નહી મળે અને એક દિવસ મેં હિંમત કરી મારા પપ્પા ને પૂછી લીધું કે પપ્પા આપળને પ્રસંગ માં મળયા હતા તે રોજ મારી ઓફિસ આવે છે અને મારી સાથે લગ્ન કરવાની વાત કરે છે તો શું તમે મને એમની શાથે મારુ લગ્ન કરાવી આપશો ??? તોજ હું એમને હા કહું અને મારા પપ્પા બસ એટલું જ બોલ્યા તને ગમે છે??અને મેં કહ્યું હા પપ્પા પણ તમારી હા હોય તોજ અને મારા પપ્પા એ મારા માથા ઉપર હાથ મુક્યો જાણે મને આશીર્વાદ ના આપતા હોય

કે જા બેટા જેમાં તુંખૂશ એ જ મારી ખુશી! અને હું બીજા દિવસ ની રાહ જોવા માંડી અને આજે ખુબ ખુશમાં ઓફિસ ગઇ આજે હું એમની રાહ જોતી કે ક્યારે આવે અને હું કહું કે હા તમે મને ગમો છો!! “અને હું મારા કામે બહાર ફિલ્ડમાં નીકળી ગઇ ત્યાં એક સરસ શંકર ભગવાન નું મંદિર હતું હું ત્યાં ગઇ અને હું ભગવાનને પ્રાથના કરવા લાગી હે પ્રર્ભુ મારો નિર્ણય સાચો છે કે ખોટો મને નથી ખબર પણ હું મારા જીવન માં આ પ્રથમ પુરુષ છે અને આનેજ હું મારા જીવન સાથી તરિકે પસંદ કરું છું પ્રભુ તું મને આશીર્વાદ આપજે અને ત્યાંજ જાણે ચમત્કાર થયો હોય તેમ એ મારી પાછળ મંદિર માં હતા હું એક મિનિટ માટે જાણે સપનું જોતી હોય તેવું લાગ્યું પણ એ સાચેજ ત્યાં આવ્યા હતા મારી ફ્રેન્ડ પાસેથી હું ક્યાં છું તેનું સરનામું લઇ અને મારો હાથ પકડી બોલ્યા કે,

ભગવાનની સામે તને મારી પત્ની તરિકે સ્વીકાર કરું છું અને હું તને જીવન ભર સાથ આપીશ અને હું એનામાં સમાઈ ગઇ અને અમે 6 માસ સુધી ફર્યો અને પછી અમારું લગ્ન થયું આજે અમારાં લગ્નને 28 વર્ષ પુરા થયા પણ એમણે કરેલું પ્રપોઝ હજુ પણ મને મારા માટે જાણે દરરોજ વેલેન્ટાઈડ ડે હોય તેવું જ યાદ આવે છે.આજની પેઢી ભલે પ્રપોઝ કરવા કોઈ તારીખ નક્કી કરતી હોય પણ હું માનું છૂ કે પ્રેમ નો એકરાર કરવા કોઈ દિવસ કે તારીખ ની જરૂર નથી

જે દિવસે તમે કોઈ વ્યકતિ ને પસંદ કરો છો અને તેને જીવન સાથી બનાવવા માંગો છો તો તમે જે દિવસે તેને પ્રપોઝ કરો એજ તમારા માટે પ્રપોઝ ડે વેલેન્ટાઈડ ડે…..

લેખક : નયના નરેશ પટેલ

દરરોજ આવી નાની નાની વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી