નોર્થ પોલ : યુવાનીની કહાની, યુવાનની જબાની… જય વસાવડા

જિતેશ દોન્ગા.

માણસ પહેલેથી જ તરવારિયો. રીડરબિરાદર તરીકે વર્ષોથી મારા સંપર્કમાં. હું દર વખતે જવાબ ન આપી શકું, તો ય માઠું ન લગાડે…મીઠું લગાડે. એન્જીનીયર થઈને ય અવનવા બિઝનેસ કે સાહિત્યના આઈડિયાઝ મોકલાવે. ફુરસદે વાત કરે. પૂજ્યભાવનો તો હું જ માણસ નથી, પણ એનો પ્રિયભાવ પૂરો મારા પર.

વાચન સારું હોય તો લેખનના ઉભરા આવવાના જ.જે અંદર જાય એ બહાર આવે. જીતેશ પોતાના વિશે તો ઘણું લખતો રહે, પણ પહેલી નવલકથા ‘વિશ્વમાનવ’ લખી, એના વિમોચનમાં હું GLF માં પહોંચું એવો એનો પ્રેમાગ્રહ. હું પહોંચ્યો જરૂર યુવા ચેતનાને પોંખવા. એ બુક સ્વરૂપે સારી વંચાઇ. જીતેશનું વિઝન સંકુચિત નહિ પણ ગ્લોબલ એટલે તાવડો સારો તો ઘાણવો સારો ઉતરે.

પછી જાતભાતની સફરો એણે ફિઝિકલી એન્ડ મેન્ટલી ખેડી એવું ફેસબૂક જોઈને ને અમુક વાતચીત પરથી જાણી શક્યો. બેંગાલુરું પ્રતિલિપિમાં ગયા પછી પણ એક કથા લખવાનું ચાલુ રાખ્યું. મોટિવેશનનો જમાનો છે, પણ તો ય એણે ફિક્શન પકડી રાખ્યું. હું અંગત રીતે વાર્તા ને નવલકથા કે કવિતા જેવા સ્વરૂપનો ચાહક. સાહિત્યની સર્જકતાનો પ્રદેશ આ જ છે.

‘નોર્થ પોલ’ એની બીજી નવલકથા છે. હમણા જ મને મોકલી. હું અત્યારે બેહદ વ્યસ્ત વ્યાખ્યાનો ને પ્રવાસોમાં. ફોન પર વાત પણ ના કરી શકું. ઓન એનો જીદ જેવો આગ્રહ કે હું વિમોચન કરુ !
એટલી વાત પકડાઈ ગઈ કે યુવાહવાની, જવાનીની વાત છે. વળી, વાત વેવલી નથી પણ વાસ્તવિક છે. ફ્લેવર ચગે એમાં યૂથ ને યંગીસ્તાનની. એક ઊંડાણ અને અથાગ પરિશ્રમ છે. દરેક યુવાનને જરૂર ગમશે। બાકી તો કેવી છે એ વાચક નક્કી કરશે.

એની વે, પણ જિતેશ લાગણીથી છલોછલ છે, તો એના પ્રેમનો પ્રતિસાદ આપવામાં સિદ્ધાંતો મને નડે નહિ. વળી કામ તો યુવાનોનું જ છે..યુવાન લેખક, યુવાનીની વાત કરતું પુસ્તક, ટાર્ગેટ ઓડિયન્સ પણ યુવાનોનું. અને યુવાઓ માટે આપણે કંઇ પણ કરવા હરહમેંશ હાજર. કારણ કે, ગમે છે એ દુનિયામાં રહેવું. ક્વોલિટી યુથ વોઇસને પ્રમોટ કરવો એ મારી નૈતિક જવાબદારી બને. દબાવ્યા વિના નવી ટેલન્ટ્સને યોગ્યતા હોય તો દિલથી ચાહી છે. જિતેશની વાતો તો મારા વિચારોનું એક્સટેંશન ગણાય. એનામાં જે કશુંક કરી દેખાડવાનો સળવળિયો છે, એ મને ગમે છે. પાછું તપ પણ કરે ને તૈયારી ય. ખાલી તક ને તારીફની તમન્ના પર જીવતો નથી.

તો હવે નવલકથા જેવી લાંબી વાતને બદલે, સીધી નવલકથા જ હાજર છે. નવી તાજગી ને મને ગમતું કોલેજકાળનું રિફલેક્શન તો એમાં મહેસૂસ થયું છે. શૈલી પણ ફ્રેશ છે. એની ઈચ્છા મુજબ જ મારા દ્વારા લોન્ચ કરી આપણી સામે મુકું છું. રસ પડે તો મારો ધુબાકા. આ રહી લિંક. કરો ક્લિક.

ઓલ ધ બેસ્ટ જિતેશ. કરો ફત્તેહ. થેન્ક્સ મને ગમાડવા માટે ને શાબાશ ગુજરાતીમાં જવાનીની મશાલયાત્રા આગળ વધારવા માટે 🙂

નીકળી પડો નોર્થ પોલની સફરે…
— જય વસાવડા

આ પુસ્તક મેળવવા આ લિંક પર ક્લિક કરો https://goo.gl/gVujaa

www.dealdil.com પર મુકેલા પુસ્તકો માંથી કોઈપણ પુસ્તક ઘેર બેઠા મેળવવા માટે તેની ઈમેજ (ફોટો) અમને 08000057004 પર Whatsapp કરો અને સાથે તમારું પૂરું નામ, સરનામું પીનકોડ સાથે અને મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલાવી આપો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે. બીજી કોઈ માહિતી માટે ફોન કરો 08000058004 પર અમારા કસ્ટમર કેરમાં.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!